કાંઠાના 18 ગામને અસર:દેવ ડેમના છ દરવાજા ખુલતાં ઢાઢર નદીમાં પૂર, ડભોઇ-વડોદરા માર્ગને પણ અસર

ડભોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
​​​​​​​ડભોઇ-વડોદરા રોડ ઉપર ઢાઢરના પાણી ફરી વળતાં રાજલી ક્રોસિંગ ઉપર રોડ ઉપર નદી વહી હતી - Divya Bhaskar
​​​​​​​ડભોઇ-વડોદરા રોડ ઉપર ઢાઢરના પાણી ફરી વળતાં રાજલી ક્રોસિંગ ઉપર રોડ ઉપર નદી વહી હતી
  • રાજલી ક્રોસિંગથી રાજલી, ડભોઇથી વાઘોડિયા માર્ગો બંધ
  • ડભોઇ તાલુકાના ગોજાલી ખાતેથી 40 અને ભીલાપુરથી 20 વ્યક્તિઓનાં સ્થળાંતર કરાયાં

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની લઈને પંચમહાલમાં આવેલા દેવ ડેમ તેની મહત્તમ સપાટી જેટલા દરવાજા તંત્ર દ્વારા ખોલી નંખાયા છે. ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવી ગયું છે. જ્યારે ભીલાપુર ગામના બસ સ્ટેન્ડ પર પાણી ફરી વળ્યા છે. ઢાઢર કાંઠાના 18 જેટલા ગામો પૂરથી પ્રભાવિત થયા છે.

જેમાં ગોજાલી ખાતે 40 અને ભીલાપુર ખાતેથી 20 લોકોનું સ્થળાંતર કરાયું છે. હજી પાણીનો પ્રવાહ આ રીતે જ ચાલુ રહેશે તો ડભોઈ-વડોદરા માર્ગ પર રાજલી ક્રોસિંગ પર પણ પાણી આવી જતા ડભોઇ-વડોદરા માર્ગ પણ બંધ થવાની પૂરી શક્યતા રહેલી છે.

ડભોઇમાં 12 કલાકમાં 3 ઈંચ વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
​​​​​​​ડભોઇ પંથકમાં 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 12 કલાકમાં પંથકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે ડભોઇના અનેક વિસ્તાર જેમાં રાણાવાસ ખાડા, આયુષ સોસાયટી, ઘનશ્યામ પાર્ક, જગનનાથ પાર્ક, પંચવટી શોપિંગ અને સોસાયટી, જુના એસ.ટી.ડેપો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કમર સમાં પાણી ભરાતા જનજીવનને ભારે અસર થઈ રહી છે. તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સૂન કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...