અદાલતે સજા ફટકારી:જુદી જુદી બે ઘટનાઓમાં 4 ઈસમોને 1 વર્ષની સાદી કેદ

ડભોઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની અદાલતે સજા ફટકારી

ડભોઇ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની અદાલતે તાજેતરમાં જ જુદી જુદી બે ઘટનાઓમાં ચાર ઈસમોને એક વર્ષની સાદી કેદ અને ₹1,000 દંડની સજા ફટકારવામાં આવી છે. તાલુકાના નડા ગામે રહેતા હરી ઉર્ફે નરહરીભાઈ ચીમનભાઈ વણકર હાલ જીવિત તથા કમળાબેન ચીમનભાઈ વણકર (મરણ ગયેલ) વિરુદ્ધ ડભોઇ પો.સ્ટે.માં નોંધાયેલ ફરિયાદ અનુસાર 27 નવેમ્બર 2011ના રોજ ગામના રામાપીર મંદિર પાસે પંચાયત નળના પાણી ઢોળાય છે અને ગંદકી થાય છે. તેવું કહેવા જતા સામે પક્ષેથી આ નળ વોર્ડ નંબર પાંચમાં આવે છે.

તો તેના સભ્યને કહો તેવી દલીલ કરતા ઉશ્કેરાઈ ગયેલા નરહરિભાઈ વણકરે પોતાના હાથમાં રહેલું દાતરડું ફરિયાદીના માથામાં મારી દીધું હતું. જ્યારે તેઓની મરણ ગેલ પત્નીએ હાથમાં લાકડી લઈ હુમલો કર્યો હતો. આ ઘટના સંબંધિત ડભોઇ પ્રિન્સિપલ સિવિલ જજ અને એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા આરોપી નરહરી વણકરને ફોજદારી કાર્યરીત સંહિતાની કલમ - 248(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 114 મુજબના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને 1,000નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કરેલ છે.

જ્યારે તાલુકાના કુંઢેલા ગામની બીજી ઘટના 20 ઓક્ટોબર 2008ના રોજ આરોપીઓમાં વિજયભાઈ નારણભાઈ પટેલ, હેમંતભાઈ નારણભાઈ પટેલ અને ચંદુ ઉર્ફે ચંદ્રકાંતભાઈ મગનભાઈ પટેલને પણ એક વર્ષની સાદી કેદની સજા ફટકારેલ છે. જેની વિગતોમાં ઘરના રસ્તા બાબતે સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોઇ ફરિયાદીનું ગાભાણ આ આરોપીઓના ઘરની બાજુમાં હોય તેઓ આ ગભાનનો વપરાશ કરતા હતા. સામાનમાં ચૂલો મૂકી રાખેલ હોય જે સામાન ખાલી કરવા માટે સાહેદ ચીમનભાઈ દ્વારા જણાવતા ચીમનભાઈ અને વિજય વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી.

જેથી વિજયે વડોદરા ખાતે ફોન કરતા હેમંત પટેલ અને ચંદ્રકાંત પટેલ પોતાની એસ્ટીમ ગાડી લઈ મારક હથિયારો સાથે આવી તમે દાદા થઈ ગયા છો. એમ કહી ધારિયા તેમજ લાકડી વડે હુમલો કરતા ફરિયાદી પક્ષે ના ઓમાં દિલીપને ડાબા હાથે ફેક્ચર અને ચીમનભાઈને આંગળી પર ફેક્ચર થયેલ હતું.

આ ઘટના અનુસંધાને પણ પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાં સરકારી વકીલ એન એમ તળપદા એ જોરદાર અસરકારક દલીલો કરતા આ કેસમાં પણ ફોજદારી કાર્યરત સંહિતા 1973ની કલમ 248 (2) અન્વયે ભારતીય દંડ સહિતા કલમ 323, 114 મુજબના ગુના માટે એક વર્ષની સાદી કેદ અને દરેક આરોપીઓને રૂપિયા 1000 દંડની સજા ફટ કરવામાં આવી છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા ફરમાવવા પણ હુકમ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...