તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સેવાલીયાના યુવાને ફોટો વાયરલ કરવાની ધમકી આપી ડભોઈની સગીરા પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું

ડભોઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી ફોઇના ઘરે અવારનવાર આવતી હતી, સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

ડભોઇ તાલુકાના એક ગામની સગીરા તેની ફોઇ સેવાલીયા ખાતે રહેતી હોઇ ફોઇના ઘરે અવાર નવાર જતી હતી. જ્યાં તેની આંખ સેવાલીયાના યુવાન સાથે મળી જતા અવાર નવાર યુવાને લગ્નની લાલચ આપી બે વર્ષથી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. બાદ ડભોઇની શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર સગીરા સાથેના ફોટો વાઇરલ કરવાની ધમકી આપતાં ડભોઇ પોલીસમાં સગીરાના પિતાએ મિત્રની મદદથી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

2019થી સગીરા સાથે સંપર્કમાં રહી વિશ્વાસ કેળવી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામની હુશેની સોસાયટીમાં રહેતા સમીર હારુનભાઇ વ્હોરાની આંખ વસઈની સગીરા સાથે મળી હતી. સગીરા તેની ફોઇના ઘેર સેવાલીયા ખાતે રહેતી હોઇ પરિચયમાં આવી હતી. જેથી સગીરાને વિશ્વાસમાં લઈ શરીર સુખ માણ્યું હતું.

બે વર્ષ બાદ યુવાન સાથે સગીરાને વાંકું પડતાં આખરે પિતાને વાત કરતા પિતાએ મિત્રની મદદથી ડભોઇ પી.આઇ જે.એમ.વાઘેલાને ફરિયાદ આપી હતી. સગીરા સાથે દુષ્કર્મ કરી ધાકધમકી તેમજ સમીર વ્હોરાની બહેન ગુડ્ડી વ્હોરાએ પણ સગીરાને તું મારા ભાઇ સાથે પ્રેમ સંબંધ રાખવાની કેમ ના પાડે છે તેમ કહી ધાકધમકી આપી હતી. જે ફરિયાદમાં જણાવવા સાથે બંને ભાઇ બહેન વિરુદ્ધ સગીરાના પિતાએ ફરિયાદ આપતા પોલીસે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને મદદગારીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીઓને કસ્ટડી ભેગા કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...