અકસ્માત:ડભોઇ વડોદરા માર્ગ પર વાહને અડફેટે લેતાં સ્કૂટરચાલકનું મોત

ડભોઇએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પલાસવાડા ગામ પાસે અજાણ્યા  વાહનની ટક્કરે એક્ટિવા ચાલક  યુવાનનું મોત નિપજ્યું હતું. - Divya Bhaskar
પલાસવાડા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.
  • યુવક કરનાળીથી દર્શન કરી પરત ડભોઈથી વડોદરા જતો હતો
  • ડભોઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો

ડભોઇ વડોદરા માર્ગ પર પલાસવાડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે કરનારીથી કુબેર ભંડારીના દર્શન કરી પરત ડભોઇથી વડોદરા જતા એકટીવા ચાલકને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરા લઈ જતા દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેઓનુ મોત નિપજતા તેઓની પત્નિએ અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતની ફરીયાદ આપતા ડભોઇ પોલીસે ફરીયાદ આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી નેહાબેન પ્રજ્ઞેશકુમાર શર્મા ઉ.વ. 33 રહે. વાઘોડીયા રોડ, વડોદરાની ફરીયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ તેઓના પતિ નામે પ્રજ્ઞેશકુમાર શર્મા વડોદરાથી ડભોઇ તાલુકાના કરનારી ગામે આવેલા કુબેરભંડારી મહાદેવના મંદિરે દર્શન કરવા પોતાની એકટીવાલઈને ગયા હતા.

જ્યાથી દર્શન કરી સાંજે સાતેક વાગે પોતાની પત્નિ નેહાબેનને કોલ કરી પોતે વડોદરા પરત ફરી રહ્યા હોવાની જાણકારી આપી હતી. જે બાદમા પલાસવાડા ગામ પાસે તેઓનું અકસ્માત થયેલ હોવાની જાણ થતા રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફ્તે સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યા સારવાર દરમ્યાન પ્રજ્ઞેશકુમાર શર્માનુ મોત નિપજ્યુ હતુ. ડભોઇ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...