તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો કિસ્સો:સગીરાનો રૂા. 60 હજારમાં સોદો કરી યુવાન સાથે ફૂલહાર કરાવનાર ઠગ ટોળકી ઝડપાઇ

ચાંદોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલી ઠગ ટોળકી તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
ઝડપાયેલી ઠગ ટોળકી તસવીરમાં નજરે પડે છે.
  • ચાંદોદમાં સમાજને સચેત રહેવાનો સંદેશ આપતો ચોંકાવનારો કિસ્સો
  • ભેજાબાજ ત્રિપૂટી સહિત ફૂલહાર કરનાર યુવાન સામે કાર્યવાહી

યાત્રાધામ ચાંદોદમાં સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૈસાની લાલચે સગીરાનો 60 હજારમાં સોદો કરી યુવક સાથે ફૂલહાર કરાવનાર ભેજાબાજ ત્રિપુટી સહિત સગીરા સાથે ફૂલહાર કરનાર યુવાનને ઝડપી પાડી ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ માતા પિતાના અવસાન બાદ ડભોઇના યાત્રાધામ ચાંદોદમાં પાલક દાદાને ત્યાં રહેતી સગીરા પ્રીતિ ( નામ બદલ્યું છે) ( ઉં.15 વર્ષ 11 માસ 6 દિવસ ) નજીકના વિસ્તારમાં રહેતી ચકુબેન માછી સાથે ઘર જેવો વ્યવહાર ધરાવતી હોઇ અવારનવાર ત્યાં આવન-જાવન કરતાં માતા પુત્રી સમાન સંબંધો કેળવાયા હતા.

પરંતુ પ્રીતિ વિશે ચકુના મનમાં કંઈક અલગ જ તુક્કો અને રમત ચાલી રહી હતી. રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં આંધળી બનેલી ચકુએ ચાંદોદના માધવાનંદ આશ્રમના ગેટ સામે રહેતી રેશમા પઠાણ તેમજ સિસોદરા તા. નાંદોદ જિ. નર્મદા ખાતે રહેતા રેશમાના મામા હિદાયતભાઈ સોલંકી સાથે મળીને પુત્રી સમાન પ્રીતિનો સોદો કરી રૂપિયા રળી લેવાનો કારસો રચ્યો હતો.

આ ત્રિપુટીએ સગીરાને વાતોની માયાજાળમાં ફસાવી- પટાવી સારા યુવક સાથે લગ્ન કરાવી આપવાની લાલચ બતાવી સિસોદરાના અલ્પેશ રમેશભાઈ વસાવા સાથે 60 હજારમાં સોદો કરી તેની સાથે 9 માર્ચે પ્રીતિના ફૂલહાર કરાવી દીધા. પરંતુ 27 માર્ચે સિસોદરા ગામે રહેતા સનતભાઈ પટેલે વિદ્યાનગર ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સગીરાના કાકા કનુભાઈ માછીનો મોબાઈલથી સંપર્ક કરી તમારી ભત્રીજી અમારા ગામના વેરાઈ ફળીયા વિસ્તારમાં અલ્પેશ વસાવાને ત્યાં રહે છે તેમ જણાવતાં 28 માર્ચે પ્રીતિના કાકા કનુભાઈ તેમજ પાલક દાદા, નાનો ભાઈ અને અન્ય સંબંધીઓ સિસોદરા દોડી ગયા હતા. જ્યાં પ્રીતિનો સંપર્ક કરી હકીકત પૂછતાં ચકુ અને રેશમા એક્ટિવા પર બેસાડી સિસોદરા લાવી રેશમાના મામા હિદાયતભાઈની મદદથી અલ્પેશ સારો છોકરો છે તને કપડાં ઘરેણાં લઈ આપશે ખૂબ ખુશ રાખશે તેમ ભોળવી ફૂલહાર કરાવી દીધાનું જણાવ્યું હતું.

જેથી સગીરાના કાકાએ ભત્રીજીને ઘરે લઈ જવાની વાત કરતાં અલ્પેશે પ્રીતિ સાથે ફૂલહાર કરવા માટે ચકુ, રેશમા અને હિદાયતને 60 હજાર આપ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આમ આ સમગ્ર ચાલનો ખ્યાલ આવી જતાં સગીરાના કાકા કનુભાઈ માછીએ ચાંદોદ પોલીસ સ્ટેશને પહોંચી સઘળી હકીકત જણાવી હતી. ચાંદોદ પોલીસે ગણતરીના કલાકોમાં (1) ચકુબેન રમેશભાઈ માછી રહે,ત્રવાડી ટેકરા ચાંદોદ (2) રેશ્માબેન જાનુદિન પઠાણ રહે, માધવાનંદ આશ્રમ ગેટ સામે, ચાંદોદ (3) હિદાયતભાઈ સોલંકી રહે, સિસોદરા તા. નાંદોદ જિ. નર્મદા (4) અલ્પેશ રમેશભાઈ વસાવા રહે, સિસોદરા આમ ચારેય આરોપીઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને કસ્ટડી ભેગા કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ત્રિપુટી આવી અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલી છે કે કેમ? સહિતની વધુ તલસ્પર્શી તપાસ કરજણ સીપીઆઇ સોલંકી ચલાવી રહ્યા છે. લાગણીસભર માનવીય સંબંધોને અભડાવતો અને સમાજને સચેત રહેવાનો સંદેશ આપતો ચોંકાવનારો આ કિસ્સો ચાંદોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો