વિદ્યાર્થીઓને મુશ્કેલી:સાધલીની બસો બીજે મોકલી દેવાતાં રોષ

સાધલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ ST ડેપોના અંધેર વહીવટના કારણે સાધલી પથંકના વિદ્યાર્થીઓને મુશ્કેલી

ડભોઈ ડેપો દ્વારા સાધલી પંથકની બસો અઠવાડિયામા એક કે બે દિવસ ચલાવવામાં આવે છે. ડભોઈ ડેપો દ્વારા ચલાવવામાં આવતી સવારે 7-15 કલાકે ઉપડતી સાધલી - કિતિઁ વાયા. કાયાવરોહણ. પોર થઈને બસ ચાલે છે. પરંતુ આ બસનુ કોઈ ઠેકાણુ હોતુ નથી. આજ શિડયુલમા 11-00 કલાકે કિતિઁસ્થંભ - સાધલી - અને 12-15 કલાકે સાધલી - કિતિઁસ્તંભ પરત જાય છે. પરંતુ ડભોઈ ડેપોના વહિવટ કર્તાઓ દ્વારા મનસ્વી રીતે 11-00 કલાકની ટ્રીપ કેનશલ કરીને ડભોઈ બોલાવી લેવા આવે છે. ડભોઈ ડેપો પુછતાં ગમે તે ખોટું બહાનુ કાઢીને બસો બંધ રાખવામાં આવે છે.

આ બસ માટે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવા આવતી નથી. તદ્દન ખોટા બહાના કાઢતા હોય છે. તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે. તેવીજ બપોરે 3-00 કલાકે ઉપડતી વડોદરા - સાધલી - વડોદરા વાયા પોર કાયાવરોહણની પણ મન ફાવે ત્યારે મોકલે છે. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ ખુબ જ હેરાન થાય છે અને 5-00 કલાકે ઉપડતી વડોદરા - સાધલી - કિતિઁસ્થંભની ટ્રીપમા પણ આજ પરિસ્થિતિ થાય છે.અનિયમિત સંચાલનના કારણે આવક ઓછી આવતી હોય છે. અને ઓછી આવકનું ખોટુ બહાનુ કાઢીને બસો બંધ કરી દેવામા આવતી હોય છે.

પરંતુ ડભોઈ ડેપો ડભોઈ - માંજરોલ - ડભોઈ વાયા પુનિયાદ - ભેખડા - અચીસરા. અવાખલ - સાધલીની વિદ્યાર્થી ટ્રીપની બે ટ્રીપ હજી સુધી ચાલુ કરવામા આવેલ નથી. રોજ નવુ બહાનુ કાઢે છે. આ બાબતે વિભાગીય કચેરીના ડી.ટી.ઓ.ને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં પણ કોઈ કાયઁવાહિ કરવા આવતી નથી. ડભોઈ ડેપોમા કોઈ જવાબદાર અધિકારી સાભળવા તૈયાર નથી.

વર્ષો જુનો રૂટ ડભોઈ - બાણજ ડભોઈ - વાયા. પુનિયાદ - ભેખડા - અચીસરાની નાઈટ બસ હજી સુધી બસ ચાલુ કરવામા આવેલ નથી. ડભોઈ ડેપો દ્વારા સાધલી પંથકના મુસાફરોને વિદ્યાર્થી સાથે ઓરમાયું વર્તન રાખવામા આવતુ હોય છે. તેમ લોક મુખે ચચાઁઈ રહ્યું છે. ડભોઈ ડેપો દ્વારા એમ જણાવે છે કે અમારી પાસે પુરતા વાહનો નથી. વિભાગીય કચેરીને આ બાબતે પુછતા એમ જણાવવામા આવે છે કે એવુ કાંઇ નથી.

અન્ય સમાચારો પણ છે...