હાલાકી:ડભોઈ ST ડેપોના અંધેર વહીવટના કારણે સાધલીના મુસાફરો મુશ્કેલીમાં

સાધલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછી આવકનું ખોટંુ બહાનંુ કાઢીને બસો બંધ કરી દેવાઈ
  • જૂના રૂટો પુન: શરૂ કરવા માટે પંથકના મુસાફરોની માગ

વડોદરા એસ ટી વિભાગમાં આવેલ કરજણ ડેપો દ્વારા ચલાવવામાં આવતી વર્ષોથી સાધલી પંથકની બસોનુ સંચાલન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે બસો બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં સરકાર દ્વારા છુટછાટ આપવામા આવેલ છે. પરંતુ ડભોઈ ડેપો મેનેજર દ્વારા સત્તાના નશામાં મનસ્વી રીતે નિર્ણય લઈને સાધલી રુટની બસો ચાલુ કરવામા આવી નથી. સૌથી જુનામા જુનો રૂટ ડભોઈ - બાણજ ડભોઈ - નાઈટ બસ જે આ રુટ પર એક જ બસ ચાલે છે. જે ઈરાદા પુર્વક આ બંધ કરવામા આવી છે. તેમજ ડભોઈ - કરજણ - ડભોઈ - વાયા સેગવા - સાધલી - કુરાલી થઈને બસ ચાલતી હતી.

આવક પણ ખુબ જ સારી આવતી હતી. મા નર્મદાના કિનારે આવેલા યાત્રાધામ ડભોઈ - નારેશ્ર્વર - ડભોઈ - વાયા સેગવા - સાધલી - કુરાલી થઈને બે ટાઈમ બસ ચાલતી હતી.આ બસ લોકડાઉન બાદ અનલોકમા એક પણ દિવસ ચાલુ કરવામા આવી નથી. તેમ છતાં ઓછી આવકનું ખોટુ બહાનુ કાઢીને બસો બંધ કરી દેવામાં આવે છે. ડાયરેક્ટના મુસાફરો કાયમિ મળી રહેતા હતા. ડેપો મેનેજરના તધલગી નિર્ણય લઈને સારી આવક આવતી ટ્રીપો બંધ કરી દેવામાં આવેલ છે. આવા અધિકારીઓ એસ.ટી. નિગમને વધુ ખોટમા ઉતારશે. આમની સામે શિક્શાત્મક પગલાં લેવા જોઈએ. એમ લોક મુખે ચચાઁઈ રહ્યુ છે.

આ બાબતે ડભોઈ ડેપો મેનેજરને પુછતા તેઓ દ્વારા સત્તાના નશામાં ઉધ્ધત વર્તન કરવામા આવ્યુ હતુ. તેઓ આગેવાનો કે મુસાફરોની કોઈ વાત સાભળવા તૈયાર નથી. એમ જણાવે છે કે સાધલી અમારામા આવતુ નથી. તમારે કરજણ ડેપો પાસે માગણી કરો તેમ જણાવે છે. સાધલી સાથે આવુ ઓરમાયું વર્તન રાખવામા આવતુ હોય છે. ડભોઈ ડેપોનો વહિવટ એકદમ ખાડે ગયલો છે.

અંધેર વહિવટ ચાલે છે. મડતીયાના રુટો ચાલે છે. આવકના આવે તો પણ ફક્ત સાધલીના રુટોને બીજે દોડવામા આવે છે. આનાથી એસ.ટી નિગમને મોટુ નુકશાન થઈ રહ્યુ છે. જેથી આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહિ કરવી જોઈએ. સાધલીના વર્ષો જૂના રુટ જૂના સમય મુજબ પુનઃ ચાલુ કરી દેવામા આવે એવી સમગ્ર પથંકના મુસાફરોની લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...