સમસ્યા:ડભોઇ પાસે નાળા અને બ્રિજમાં ક્ષતિ થતાં રસ્તા બંધ કરાયાં

ડભોઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ કરજણ માર્ગ પર નાળું બેસી જતા રસ્તો બંધ કરાયો - Divya Bhaskar
ડભોઇ કરજણ માર્ગ પર નાળું બેસી જતા રસ્તો બંધ કરાયો
  • થરવાસા પાસે જૂનું નાળુ ભારદારી વાહનોની અવર-જવરથી ધરાશાયી થયું
  • ગોજાલી પાસે ઢાઢર નદીના બ્રિજમાં ગાબડું પડ્યું

ડભોઇ કરજણ માર્ગ પર થરવાસા ગામની આગળ સિકોતર માતાજીના મંદિર પાસે મુખ્ય માર્ગ પરનું 40 વર્ષ જુનુ નાળુ ભારદારી વાહનોની અવર જવરને કારણે ધરાસાઈ થઈ ગયુ હતુ. જેના કારણે માર્ગ જ જુદો પડી જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેની જાણ માર્ગ મકાન વિભાગને કરાતા તાત્કાલીક ધોરણે જે.સી.બી. દ્વારા તુટેલા માર્ગ અને નાળાનો કાટમાળ દુર કરી ત્યા મોટા પાઇપો બેસાડવા સાથે મેટલીંગ કરી રસ્તો શરુ કરાવી કામ પ્રગતિ પર રાખ્યુ હતુ. બીજીબાજુ ડભોઇ વાઘોડીયા માર્ગ પર ઢાઢળ નદીના બ્રીજમા ગાબડુ પડતા સલીયા ડોકાતા બન્ને રસ્તા બંધ કરાયા હતા.

ડભોઇ વાઘોડિયા માર્ગ પર ઢાઢર નદીના બ્રિજમાં ગાબડું પડતાં રસ્તો બંધ કરાયો હતો.
ડભોઇ વાઘોડિયા માર્ગ પર ઢાઢર નદીના બ્રિજમાં ગાબડું પડતાં રસ્તો બંધ કરાયો હતો.

ડભોઇ કરજણ માર્ગ પર વિકાસની આડમા નવીન બનેલ રસ્તાની નીચે દબાયેલ 40 વર્ષ જુનુ જર્જરીત નાળુ ભારદારી વાહનોની અવર જવરથી બેસી જતા અધિકારીઓના સુપરવિઝન અને દિર્ધ દૃષ્ટ્રીની ઉણપ ડોકાઇ આવી હતી. બીજીબાજુ ડભોઇ વાઘોડીયા માર્ગ પર ગોજાલી પાસે આવેલ ઢાઢળ નદીના બ્રીજમા પણ ગાબડુ પડ્યુ હતુ. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો.

જો કે હાલ વિધાનસભાની ચૂંટણીમા ડભોઇથી દીલ્હી સુધીની શાળાઓ, રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા, ઉધોગો, ધંધા રોજગારની જ લોકોમા રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેરાતો કરી મત મેળવવાના કાવાદાવા કરાતા હોય તેવામા નાળુ બેસી જાય તે પોષાય તેમ ના હોય તાત્કાલીક ધોરણે માર્ગમકાન વિભાગ દ્વારા તેની મરામત હાથ ધરાઇ હતી. જ્યારે ગોજાલી પાસેના ઢાઢર બ્રીજને પણ હાલ પુરતો સ્લેબમા ગાબડુ પુરવાની કામગીરી કરાશેનુ માર્ગમકાન વિભાગ દ્વારા જણાવાયુ હતુ.

ડભોઇ- કરજણ માર્ગ પર આવેલ 40 વર્ષ જૂનું નાળું ક્ષતિગ્રસ્ત થયું
ડભોઇ કરજણ માર્ગ પર સિકોતર માતાજીના મંદિર આગળ આવેલ અંદાજે 40 વર્ષ જુનુ જર્જરીત નાળુ ક્ષતિગ્રસ્ત થયુ છે. ભારદારી વાહનોની અવર જવરને કારણે આમ બન્યુ હોય શકે. જેથી હાલ પુરતુ મોટા પાઇપો નાખી મેટઈંગ કરાવી રસ્તો શરૂ કરવાની કામગીરી કરાઇ છે. જે બાદમા નવુ નાળુ બનાવી દેવાશે. - કૌશીકભાઇ પ્રજાપતિ, ના.કા.ઇ. માર્ગમકાન વિભાગ, ડભોઇ

અન્ય સમાચારો પણ છે...