હાલાકી:ડભોઈ નગરની સફાઈમાં રોડ સ્વીપર મશીન અને ટ્રેક્ટરનો ઉપયોગ હજુ પણ કરાતો નથી

ડભોઇ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી ટાણે ઝાડુથી સફાઇ કરતા કામદારો

ડભોઇ નગર પાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે રાજ્ય સરકાર દ્વારા જુદીજુદી ગ્રાન્ટોમાંથી ફાળવાયેલ સાધન સંશાધનોનો ઉપયોગ કરાતો નથી. ત્યારે હાલ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ચાલી રહી હોવા છતાં રોડ સ્વીપર મશીન, રોડ સ્વીપર ટ્રેક્ટરનો નગરની સફાઇમાં ઉપયોગ કરવાને બદલે પાલિકા દ્વારા સફાઇ કામદારો પાસે પુરાણી ઝાડુથી જ નગરના રાજમાર્ગોની સફાઇ કરાવાતા નગરજનોમાં આશ્ચર્ય સાથે અચરજ વ્યાપી જવા પામ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ડભોઇ નગર પાલિકાને નાણાપંચની ગ્રાન્ટ, મનોરંજનની ગ્રાન્ટ, સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાત, નિર્મળ ગુજરાત જેવી અનેક યોજના સહિત લોકઉપયોગી અનેક ગ્રાન્ટોની ફાળવણી કરી પાલિકામાં સાધન, સંશાધનોની ફાળવણી કરી છે. જેના થકી ડભોઇ નગર પાલિકામાં ડોર ટુ ડોર કચરા માટે સરકાર દ્વારા 15 જેટલા છોટાહાથી ટેમ્પો, 45 લાખ રૂપિયાનું રોડ સ્વીપર મશીન, સ્વીપર ટ્રેકટર,કચરાના ઢગ હટાવવા અને ભરવા માટે જેસીબી મશીનો, ટ્રેક્ટરો, ટેમ્પાઓ, ડ્રેનેજની સફાઇ માટેના સાધનો, મીની જેટીંગ મશીન, જેમ્બો મશીન સહિત અનેક સાધનોની ફાળવણી કરી હોવા છતાં પાલિકાના વહીવટમાં જ ખીલ માંકડી હોવાથી મોટાભાગના સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. જ્યારે સફાઇ કામદારો પુરાણી ઝાડુ દ્વારા જ શ્રમ કરી નગરને દિવાળી ટાણે સ્વચ્છ બનાવવાની મથામણ કરી રહ્યા હોય પાલિકાના નમૂનેદાર વહીવટની લોકો સમક્ષ છબી ખુલ્લી થવા પામી હતી. સફાઇ કામદારોને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પુરાણી ઝાડુથી જ સફાઇ કરવાના હવાતિયા કરવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...