રોષ:ડભોઇમાં ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણીથી રહીશો પરેશાન

ડભોઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઈ નગરમાં પાલિકાના નિષ્ફળ વહીવટને કારણે પારાવાર ગંદકીથી પીડાતા નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. - Divya Bhaskar
ડભોઈ નગરમાં પાલિકાના નિષ્ફળ વહીવટને કારણે પારાવાર ગંદકીથી પીડાતા નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
  • भाભાસ્કર વિશેષ | ડભોઈ પાલિકાની નેતાગીરી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
  • ઇદગાહ વિસ્તારમાં રહેતા નગરજનોને માથાફાટ દુર્ગંધથી મોઢે ડૂચા દેવાનો વારો આવ્યો

ડભોઇ નગરમા જુદાજુદા વિસ્તારોમા ડ્રેનેજના દુર્ગંધયુક્ત રેલાઓની માથાફાટ દુર્ગંધ અને ખદબદતી પારવાર ગંદકીથી નગરજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. નગરના મહુડી ભાગોળ બહારના ઇદગાહ વિસ્તાર, રેલ્વે નવાપુરા, મિલ્લતનગર, કાજીવાડા મસ્જીદથી સ્ટેટ બેંક સુધીના વિસ્તારમા ડ્રેનેજના ઉભરાતા માથાફાટ દુર્ગંધ યુક્ત રેલાઓથી લોકોને મોઢે ડુચા દેવાનો વારો આવ્યો છે. પાલિકા પાસે નગરજનોની પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે કોઇ ફળદાયી રસ્તો જ ના હોવાથી કાયમી સમસ્યાથી પીડાવાનો વારો આવ્યો છે.

ભાજપા સાશિત ડભોઇ નગર પાલિકાના નમુનેદાર વહીવટ પર ગુજરાત કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ છેક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોંફરન્સ બોલાવી સફાઇ કાર્મીઓની ભરતીમા ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની તિખી પ્રતિક્રિયા આપી છે. રાજ્યભરમા ડભોઇ નગર પાલિકા એવી પાલિકા બની કે જેના પર પ્રદેશ કોંગ્રેસના નેતાને બોલવા મજબુર થવુ પડ્યુ. જે વડોદરા જિલ્લા અને ડભોઇ માટે ખુબજ શરમજનક બાબત કહેવાય.

છતા લાજવાને બદલે ગાજવાનુ પસંદ કરતી પાલિકાની નેતાગીરી સામે નગરજનોમા ભારેરોષ જોવા મળી રહ્યો છે. નગરમા ઠેરઠેર કચરા અને ગંદકીના ઢગલા, ડ્રેનેજના ઉભરાતા દુર્ગંધયુક્ત રેલા, પારાવાર ગંદકીથી નગર ઉબકા ખાઇ રહ્યુ છે. છતા પાલિકાના વહીવટ પર કોઇ અંકુશ આવતો નથી. ત્યારે આગામી સમયમા ગંદકીગ્રસ્ત વિસ્તારના લોકોના મોરચા પાલિકા ખાતે આવી હલ્લાબોલ કરે તો નવાઇ નહી.

અન્ય સમાચારો પણ છે...