તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરપાલિકાની 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક બાજુ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છેે. ત્યાં બીજી બાજુ નગરના કોટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીઓમાં કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારો માટે પ્રવેશ બંધી ને લઈ બોર્ડ મારતાં રાજકારણ ગરમાયું છે. ક્યાંક સોસાયટીઓમાં વિકાસના કામો થયા નથી. તો ક્યાંક વર્ષોથી બનેલી સોસાયટીઓમાં પાલિકા તરફથી પ્રાથમિક સુવિધા અપાઇ નથી.
નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે પોતાના વિસ્તારના સભ્યોને ચૂંટણીમાં જીતી લાવતા મતદારો એ હાલ નગરપાલિકા દ્વારા જે તે સોસાયટીઓમાં વિકાસના કામો નહીં કરાતા તેમજ વર્ષો જૂની સો.ઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂર્ણ ન કરતાં હવે મતદારોએ ચૌદમું રતન ખોલી નાખ્યું છે. દર વખતની ચૂંટણીઓમાં અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે ત્યારે મતદારો દ્વારા અનેક વોર્ડમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ બોર્ડ લગાડી દેવાયા છે. જેમાં વોર્ડ-1ના સરમન પાર્ક તેમજ વોર્ડ-9 સાઈ દર્શન સોસાયટી વિસ્તારના મતદારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે બોર્ડ મૂકાયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.