તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ડભોઈ તાલુકાના 6 વસાહતના રહીશોએ રેલવે ક્રોસિંગ ખાતે આવી ચક્કાજામ કર્યો

ડભોઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ વેરાઈ માતા અને સાઠોદ વસાહત સહિત 6 વસાહતના નાગરિકો દ્વારા શિનોર રોડ પર રેલવે ક્રોસિંગ પર ચક્કાજામ કર્યો હતો. નાગરિકો સાથે ચર્ચા કરતા પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિત સૌ નજરે પડે છે. - Divya Bhaskar
ડભોઇ વેરાઈ માતા અને સાઠોદ વસાહત સહિત 6 વસાહતના નાગરિકો દ્વારા શિનોર રોડ પર રેલવે ક્રોસિંગ પર ચક્કાજામ કર્યો હતો. નાગરિકો સાથે ચર્ચા કરતા પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિત સૌ નજરે પડે છે.
  • તંત્ર દ્વારા 10 દિવસમાં પાઇપલાઇનનું સમારકામ કરવાની હૈયાધારણા આપતાં મામલો થાળે પડ્યો
  • વેરાઈ માતા અને સાઠોદ સહિતની વસાહતોમાં રહેતા નર્મદા વિસ્થાપિતોના પ્રશ્નો હલ થયા નથી

પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તાલુકાની અંબાવ નર્મદા વિસ્થાપિતોની વસાહતીઓએ ભિલીસ્થાન સેનાના સહારે રવિવારે જ ડભોઇ વડોદરા રોડ પર ચક્કાજામ કર્યો હતો. ત્યારે હવે નર્મદાની બીજી વસાહતોએ પણ અંબાવ વસાહતની પાછળ પગલી પાડી ચકકાજામ આંદોલન કરી તંત્ર સામે જ જોવાના શ્રી ગણેશ કર્યા છે.

ડભોઇ તાલુકામાં લગભગ 29 જેટલી નર્મદા વિસ્થાપીતોની વસાહતો આવેલી છે. છેલ્લા કેટલાય સમયથી આ વસાહતોને પડતર પ્રશ્નોને લઈ માંગ હતી. જેમાં ડભોઇ-શિનોર રોડ ઉપર આવેલ 6 ઉપરાંત વસાહતોના ખેડૂત વસાહતીઓને ડભોઈ ચાંદોદ કેવડીયા બ્રોડગેજ લાઇન નાખવામાં આવી ત્યારથી ખેતરમાં સિંચાઇના પાણીની પાઇપલાઈનો તૂટી ગઈ હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. સોમવારે આ વિસ્તારના વિસ્થાપીતો દ્વારા શિનોર ચોકડી સાઠોદ રોડ ઉપર રેલ્વે લાઇનની બાજુમાં રોડ ઉપર બેસી વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કર્યો હતો.

કેવડીયા ખાતે નર્મદા ડેમ બન્યો ત્યારે ડૂબમાં જતા કેટલાક ગામોના આદિવાસીઓને પુનઃ વસવાટ માટે ડભોઈ તાલુકામાં જુદી જુદી વસાહતો. સરકાર દ્વારા ફાળવી વસવાટ કરાવવામાં આવ્યો છે. સાથે ખેતી માટે જમીન તેમજ પ્રાથમીક સવલતો પણ આપવાના વાયદાઓ કરવામાં આવ્યા હતા. આ નર્મદા વિસ્થાપીતોનું કહેવું છે કે ડભોઇ તાલુકાની આશરે 29 વસાહતોમાં લાઇટ, પાણી, રોડ, રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાઓને લઈ વિસ્થાપિતો હેરાન પરેશાન છે. તેવામાં હાલ કેવડીયા જવા માટે ડભોઇથી ચાંદોદ, કેવડીયા નવીન બ્રોડગેજ લાઇનનું નિર્માણ થયું છે. ટ્રેનો દોડતી થઈ ગઈ છે. પણ નર્મદા વિસ્થાપિતોના ખેતરોમાં સિંચાઇ માટે જે પાઇપ લાઈનો નાખવામાં આવી હતી તે રેલવેના નવીનીકરણ કામ દરમિયાન રેલ્વે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. જેને રીપેર ન કરી આપતા નર્મદા વિસ્થાપીતોમાં ભારે રોષ ફેલાયો છે.

ત્યારે પડતર પ્રશ્નોની માંગણીઓ અને સતવારા પાઇપલાઇનનું સમારકામ સાથે સોમવારે ડભોઇ શિનોર રોડ ઉપર આવેલ સાઠોદ રેલ્વે ક્રોસિંગ નજીક વિસ્થાપિતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને લઇ 2 કિલોમીટરનો ટ્રાફીકજામ સર્જાયો હતો. જેથી સત્વરે ડભોઇ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

એક કલાક સુધી ચક્કાજામ રહેતા આખરે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી સહિત નાયબ કલેક્ટર શિવાની ગોયલ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. નર્મદા વિસ્થાપિતોની રજૂઆત સાંભળી 48 કલાકમાં તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વવાસન આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે વિસ્થાપિતો દ્વારા ચક્કાજામમાં ફસાયેલ 108ને રસ્તો આપતા માનવતા ઉજાગર કરી માંગ સતોષવા માંગણીઓ કરી હતી. પણ જો માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...