રેસ્ક્યૂ:ચાઈનીઝ દોરીમાં ફસાયેલા ઘુવડનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપાયું

ડભોઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈના દુધિયા પીર વિસ્તારમાં બનેલી ઘટના

સમગ્ર રાજ્ય 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યું છે. તેવામાં ઘણી જગ્યાએ ચાઈનીઝ અને પતંગની દોરીમાં પક્ષીઓ ફસાતા જીવ ઘુમાવતા હોય છે. આ પક્ષીઓને રક્ષણ મળે તે હેતુથી સમગ્ર રાજ્યમા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને વિવિધ એન.જી.ઓને પક્ષી રક્ષણ માટે કામ સોંપાયું છે.

ત્યારે આજરોજ વહેલી સવારે ડભોઇ દૂધીયાપીર નજીક આવેલ એક ઘુવડ પક્ષી ચાઈનીઝ દોરીની ઝપેટમા ફસાઈ જતા દૂધીયાપીર વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા ડભોઇ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના વૈભવ પટેલ અને આકાશ વસાવાને જામ કરતા ઘુવડની રેસ્ક્યુ કરી સરકારી પશુ દવાખાને લઇ જઇ દોરીમાંથી મુક્ત કરી ડો. નીરવ પટેલ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યારે બાદ ઘુવડને વનવિભાગને સોંપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...