રેસ્ક્યૂ:કાંસમાંથી પસાર થતી પાણીની લાઇનમાં ગાય ફસાતાં રેસ્ક્યૂ

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નીલકંઠ સોસા પાસે આવેલ વરસાદી કાંસમા ગાય ફસાઈ જતા ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. - Divya Bhaskar
ડભોઇ નીલકંઠ સોસા પાસે આવેલ વરસાદી કાંસમા ગાય ફસાઈ જતા ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
  • ફાયર ટીમ અને સ્થાનિક રબારી સમાજના આગેવાનોની મદદથી ગાયને બહાર કઢાઈ

ડભોઇ તિલકવાડા બાયપાસ રોડ પર નીલકંઠ પાર્ક પાસે આવેલ વરસાદી કાંસ અને પાણીની પાઇપ વચ્ચે એક ગાય ફસાઈ જતા ફાયર ટીમ અને સ્થાનિક રબારી સમાજના આગેવાનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવી.

ડભોઇ પાલિકા દ્વારા રખડતા પશુઓને લઈ કાર્યવાહી ગોકળ ગતિએ કરવામાં આવી છે. ત્યારે આજે ડભોઇ નગરના તિલકવાડા બાયપાસ માર્ગ નીલકંઠ પાર્ક પાસેથી પસાર થતી વરસાદી કાંસમા એક પાણીની પાઇપમા ગાય ફસાઈ જતા આસપાસના લોકો દ્વારા એ ભારે કરી હતી.

જોકે સમગ્ર ઘટના મુદ્દે સ્થાનિકો દ્વારા ડભોઇ ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમના જવાનો દેવેન્દ્રભાઈ પરમાર સહિત નાઓ તેમજ સ્થાનિક રબારી સમાજના આગેવાનો સ્થળ ઉપર પહોંચી જેસીબીની મદદથી ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

ખુલ્લા ડ્રેનેજના ઢાંકના અને ભૂવાઓમા આ જ રીતે રખડતા પશુઓ પડી જવાના બનાવને પગલે હાલાકી પડતી હોય છે. ત્યારે નગર પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...