તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ડભોઇ વેગા દારુલ ઉલુમાં વિનામૂલ્યે સારવાર અર્થે કોવિડ સેન્ટર ફરીથી શરૂ કરાતાં રાહત

ડભોઇ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડભોઈના વેગા દારુલ ઉલુમ ખાતે આરોગ્ય વિભાગ તેમજ બરોડા મુસ્લીમ ડૉકટર એસો.ના સહયોગથી કોવિડ સેન્ટર ફરી શરૂ કરાયું. - Divya Bhaskar
ડભોઈના વેગા દારુલ ઉલુમ ખાતે આરોગ્ય વિભાગ તેમજ બરોડા મુસ્લીમ ડૉકટર એસો.ના સહયોગથી કોવિડ સેન્ટર ફરી શરૂ કરાયું.
 • હાલ ડભોઈ તાલુકામાંથી 14 જેટલાં દર્દીઓ સારવાર અર્થે દાખલ કરાયા છે

વિશ્વ મહામારી બની ચુકેલા કોરોના વાઇરસ સામે દેશ અને રાજ્ય સહિત ડભોઇ પંથકના હિન્દુ-મુસ્લિમ લોકોની સેવા અને સારવાર અર્થે વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તેમજ ડભોઈ આરોગ્ય વિભાગના સંચાલન હેઠળ, તેમજ મુસ્લિમ સમાજના દાતાઓના સથવારે નિ:શુલ્ક કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડભોઇ આરોગ્ય વિભાગના બે તબીબો સહિત સ્ટાફ નર્સને હાલ સેવામાં મુકવામાં આવ્યા છે.

જીવલેણ કોરોના ચેપીરોગની મહામારી સામે ડભોઇ નગર સહિત પંથકના લોકો તેમજ વાઘોડીયા, સંખેડા, બોડેલી, શિનોર જેવા આજુબાજુના તાલુકાના હિન્દુ-મુસ્લિમ સમાજના ગરીબ લોકોને આર્થિક મુશ્કેલીઓના કારણે ખુબજ તકલીફો અને રઝળપાટ થવાનો વારો આવતો હતો. ત્યારે ડભોઇ મુસ્લિમ સંસ્થાના કાર્યકરો તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ),પાલિકા કોર્પોરેટર સમર શાહ, મકબુલભાઈ મુલ્લાં સહિતના કાર્યકરોએ કોવિડ સેન્ટર માટે મહેનત શરૂ કરી હતી.

મુસ્લિમ સમાજના સથવારે તેમજ વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનની અમૂલ્ય સેવાના સહયોગથી વડોદરા વિભાગના કોવિડ અધિકારી ડૉ.વિનોદ રાવ, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડભોઇ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગુડીયારાણીસિંહાના માર્ગદર્શનથી સરકાર માન્ય કોવિડ સેન્ટરની વેગા દારુલ ઉલુમ ખાતે બુધવારથી ફરી કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

​​​​​​​જેમાં હાલ ડભોઈ તાલુકામાંથી 14 દર્દીઓ સારવાર અર્થે દાખલ કરાયા છે. કોવિડ સેન્ટરમાં હિન્દુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ તમામ કોમના લોકો કોઇપણ જાતના ભેદભાવ વગર કોવિડ સેન્ટરની નિ:શુલ્ક સેવાનો લાભ લઇ શકશે. તેમજ સારવાર લેનાર દર્દી અહીથી સ્વસ્થ થઈને જાય તેવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો