તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ડભોઈના બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં જ રથયાત્રા નીકળશે

ડભોઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદ્રીનારાયણ મંદિરેથી જગન્નાથ ભગવાને મોસાળમાં પધરામણી કરી

ડભોઇ પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી તથા મોટા ભાઈ બલરામજી સાથે પાલખીમાં બિરાજમાન થઈ તેમના મોસાળમાં નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર ખાતે શુક્રવારે તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા.

જ્યારે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામીએ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી તથા મોટાભાઈ બલરામજીને મોસાળમાં ફુલથી સ્વાગત કરીને આવકાર્ય હતા. મહંત 1008 સુદર્શનાચાર્ય મહારાજએ જણાવ્યું હતું પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન તથા બહેન સુભદ્રા તેમજ મોટા ભાઈ બલરામજી મોસાળમાં ટૂંકું રોકાણ કરી અષાઢી બીજના દિવસે નિજ શ્રી બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં પરત આવશે.

અને અષાઢી બીજના દિવસે હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરના પરિસરમાં જ મંદિરના મહંત 1008 સુદર્શનાચાર્યજી, ટ્રસ્ટીઓએ તેમજ ડભોઇ નગરના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...