આક્ષેપ:ડભોઈ નગરપાલિકાના સ્ક્રેપની હરાજીમાં ભ્રષ્ટાચાર થયાની રાવ

ડભોઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાલિકાના ભંગારની ગેલવેનાઇઝની મોટી પાઇપો ભરેલ આઇસર ટેમ્પો નજરે પડે છે. - Divya Bhaskar
ડભોઈ પાલિકાના ભંગારની ગેલવેનાઇઝની મોટી પાઇપો ભરેલ આઇસર ટેમ્પો નજરે પડે છે.
  • ભાજપ-કોંગ્રેસે ભંગારના જથ્થાનો નગર બહાર લઈ જઈ ખેલ પાડી દીધાની લોકચર્ચા

શિસ્ત અને સંસ્કારીતાને વરેલા ભાજપા પક્ષના સત્તાધારી શહેરી બાવાઓ અને કોંગ્રેસના સત્તાથી દુર રહેલાઓ ભેગા મળી પાલિકાના ભંગારની જાહેર હરાજીમાં મોટો ખેલ પાડી લાખો રુપિયાનો ભ્રષ્ટ વહીવટ કરી લીધેલ હોવાની વાતને લઈ નગરમા વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

જેમાં ડભોઇ અગ્નિસમન કેન્દ્ર ખાતે ગત તા. 14 ડિસેમ્બર 2021ના રોજ નગર પાલિકાના કંડમ હાલતમા રહેલા વાહનો જેમાં એમ્બ્યુલન્સ, વોટર ટેન્કરો, ટ્રેકટર ટોલીઓ, જેસીબી મશીન, ટ્રેકટર, ટેમ્પો, પીયાગો છકડા ટેમ્પો, પંચરાઉ અને ઇમારતી લાકડાનો જથ્થો, લોખંડના સળીયા, ઇલેક્ટ્રિકલ મોટરો, ટ્યુબલાઇટનો ભંગારનો જથ્થો, લોખંડના સળીયા, નટબોલ્ટ સહિત ભંગારનો ટનબંધી મોટો જથ્થો જાહેર હરાજીથી વેચાણ અપાયો હતો.

બાદમા ખાયકી કરનારા ખેલાડીઓએ એવો ખેલ કર્યો કે ફાયર સ્ટેશન, મોતીબાગ, રંગ ઉપવન બગીચા સહીત તમામ જગ્યાઓ પરથી આઇસર ટેમ્પો દ્વારા શિતળાઇ તળાવ કિનારાના અંધકાર ધરાવતા ભુતિયા વિસ્તારમા મોટી ગાડીઓ લોડીંગ કરી મધ્યરાત્રીમાં જ રોજ રોજ વહીવટ કરી બન્ને પક્ષના શહેરીબાવાઓએ ભેગા મળી ભંગારના જથ્થાનુ વહન કરી વડોદરા બાયપાસ પર વજન કાંટો કરાવી ખેલ પાડી દેતા આખાય પ્રકરણ પર શંકાઓ ઉભી થઇ હતી. આમાં લાખો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ સાથે બંને પક્ષોમા ભારે ચકચાર મચી જવા પામી છે.

ભંગારમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હોઇ આ અંગે તપાસ હાથ ધરાશે
ડભોઇ પાલિકા દ્વારા ભંગારનો જથ્થો જાહેર હરાજીથી વેચેલ અને કોંગ્રેસ તેમજ ભાજપાના સુધરાઇ સભ્યો અને પાલિકા કર્મચારી સંજયભાઇની હાજરીમા મોટા ટેલરો ભરીને મધ્યરાત્રે ટનબંધી ભંગાર વડોદરા ગોલ્ડન ચોકડી પાસેના કાંટા પર તોલાવેલ. વાહન મોટુ હોવાથી ભરવામાં રોજ રાત પડી જતી. જેના વજનની રસીદો પણ છે. ડભોઇમા મોટા વાહન આવે તેવો વજન કાંટો ન હોવાથી બહાર તોલ કરાવેલ. રહી વાત ભ્રષ્ટાચારની બુમોની તો અમને પણ તેની ખબર પડી છે. જેથી તપાસ કરાવીશુ.- કાજલબેન દુલાણી, પાલિકા પ્રમુખ, ડભોઇ

નાની ગાડીનો તોલ થયો હોત તો પણ યોગ્ય વજન સામે આવી જાત
પાલિકાની હરાજીની શરતોમા વજન કાંટો ડભોઇનો તેમજ ઓફીસ સમય દરમ્યાન ભંગાર વાહનમા ભરીને લઈ જવુ. નાનીગાડીઓમા ભંગાર ભરીને મોટી ગાડીમા ખાલી કર્યુ હતુ. તો પછી નાની ગાડીના તોલ કેમ ના થયા. જો નાનીગાડીનો તોલ થયો હોત તો પણ યોગ્ય વજન સામે આવી જાત. અને ભ્રષ્ટાચારની બુમો ના ઉઠતી. જે કઈ થયુ છે. તેમા મોટાપાયે ભષ્ટાચારની ગંધ આવી રહી છે. -યોગેશભાઇ ઠાકોર, ડભોઇ પાલિકા વિરોધપક્ષ

અન્ય સમાચારો પણ છે...