હાલાકી:પુનિયાદ-બનૈયા ગામ હજુ પણ સંપર્ક વિહોણા

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ ઢાઢર નદી કિનારાના 2 ગામોમાં લોકોના ઘરે અને ગામમાં પાણી ઘૂસ્યાં છે. - Divya Bhaskar
ડભોઇ ઢાઢર નદી કિનારાના 2 ગામોમાં લોકોના ઘરે અને ગામમાં પાણી ઘૂસ્યાં છે.
  • ઢાઢરનાં પાણી ડભોઇના બનૈયામાં 5 ફૂટ રોડ ઉપર ફરી વળતાં રોડ બંધ કરવા ફરજ પડી હતી
  • વરસાદ રોકાયો છતાં હજુ ઘરોમાં પાણી, મુખ્ય માર્ગના કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યો છે

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી તોફાની બનતા ઘોડાપૂર આવતા 14 ગામોને બાનમાં લીધા હતા. ત્યારે બુધવારે બીજા દિવસે પણ તાલુકાના બનૈયા અને કાયાવરોહણ નજીક પુનિયાદ ગામ વરસાદ રોકાયો છતાં હજી સંપર્ક વિહોણા રહ્યા છે.

બનૈયા ગામે 5 ફૂટ પાણી રોડ ઉપર ફરી વળતા રોડ બંધ કરવા ફરજ પડી હતી. તો પુનિયાદ ગામે લોકોના ઘરોમાં તેમજ મુખ્ય માર્ગના કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે. તંત્રમાં ડભોઇ પોલીસ ડી.વાય.એસ.એ. કે.વી.સોલંકી સહિત પી.આઈ એસ.જે. વાઘેલાના માર્ગ દર્શન હેઠળ ખડેપગે છે તો મામલતદાર સી.વી.ચૌધરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ નાયબ કલેક્ટર આઈ.એચ.પંચાલ અને ટી.ડી.ઓ.દ્વારા તમામ અધિકારીઓને સૂચના અપાઈ દેવાઈ છે. પુનિયાદ ગામે 12થી 15 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિ હજી વણસેલી છે. ત્યારે આ બંને ગામો હાલ હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...