ઉદ્યોગોને પાણી અને ખેડૂતોના કોણી બતાવતી આ સરકારના રાજમાં 31 માર્ચથી નર્મદા નિગમ દ્વારા ખેતી માટે પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની વકી રહે છે. ત્યારે ડભોઈ તાલુકામાં જ આવેલી 4 નર્મદા વિસ્થાપિતોનો ઉનાળુ પાક પાણીના અભાવે નિષ્ફળ જવાના આરે આવતા આ વિસ્થાપિતોએ ઉગ્રતા બતાવી હતી. ગેટ મારફતે ઉદ્યોગોને પાણી આપવામાં આવતું હોય એ જ કેનાલના દરવાજા બંધ કરી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
ખેડૂત જગતનો તાત છે. તેમાંય સરકારના જળક્રાંતિ કૃષિ ક્રાંતિના અભિયાનમાં સૌથી મહત્વનો ફાળો આપનાર એ આદિવાસી પ્રજા જેઓની જમીનો ગામો ડેમના પાણીથી ડૂબમાં જતા હતા. તેઓ માંદરે વતન છોડી ગુજરાતના અન્ય વિસ્તાર વિસ્તારોમાં વિસ્થાપિતો તરીકે રહેવા પહોંચી ગયા. ત્યાંરે ડભોઇ તાલુકામાં પણ લગભગ 18થી 20 જેટલી નર્મદા વિસ્થાપિતોની વસાહતો આવેલી હોય તે પૈકી 4 જેટલી વસાહતોને હાલ ખેતી માટે પાણીના મળતા તેઓએ વારંવાર નર્મદા નિગમમાં રજૂઆતો કરી હતી.
પરંતુ સરકારના નિર્ણયના અભિનેત્રીઓએ 31 માર્ચ સુધી જ પાણી બંધ કરી દેતા ખેડૂતોનો ઉનાળુ પાક ભેલાઈ જવાના આરે આવતા ડભોઇ પંથકમાં 4 વસાહતના નર્મદા વિસ્થાપિતો આંદોલનના મુડમાં આવી ગયા અને પોતાનો ઉનાળુ પાક બચાવવા શુક્રવારે પ્રથમ તો પોર શાખા નહેરના ગેટના દરવાજા ખોલવા ગયા ત્યારે માલૂમ પડતાં ગેટ નંબર 21 મારફતે ઉદ્યોગપતીઓને પાણી ફાળવાય છે. તે ગેટ જ બંધ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સાથોસાથ ખેડૂતોને પાણી નહીં મળે તો કોઈને નહીં મળેની ચીમકી પણ ઉચ્ચારી હતી.
નર્મદા વિસ્થાપિતોની હાલત કફોડી બની છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ખેતી માટે સિંચાઇના પાણીની મુદત લંબાવા માટે વારંવાર રજૂઆતો કરી પણ અધીકારીઓ સરકારના નિર્ણય સામે મૂક પ્રેક્ષક બની નર્મદા વિસ્થાપિતોની તમાશો જોઈ રહ્યા હોય તેમ જણાય છે. જેથી ખેડૂતો રોષે ભરાઈ ખાડીયાકૂવા ગામ નજીકથી પસાર થતી મેઇન પોર શાખા નહેરનો દરવાજો ખોલવા ગયા ત્યાં. તો ગેટ નંબર 21 મારફત ઉદ્યોગપતિઓને નર્મદા નિગમ પાણી આપી રહ્યું હોવાનું માલૂમ પડતાં રોષે ભરાયેલા ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક તરફ સરકાર કહે છે ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી અપાઈ રહ્યું છે. તો બીજી તરફ ડભોઇ તાલુકાની 4 જેટલી વસાહતોમાં વસવાટ કરતાં અને નર્મદા ડેમ માટે સિહફાળો આપ્યો હોય તેવા નર્મદા વિસ્થાપિત ખેડૂતોને અને તેમના પશુઓને પાણી માટે વલખાં મારવા પડે છે. ડભોઇમાં જે ખેડૂતોના પોતાના કૂવા છે તે તો ખેતી માટે પાણી મેળવી છે. પણ જે સંપૂર્ણપણે સિંચાઇ પાણી માટે નર્મદા નિગમ અને સરકાર પર આધારિત છે. તેમનું શું થશે? તેવા સવાલો થયા છે. સિંચાઇ માટે પાણી ન મળે તો આંદોલનની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.