વીજકાપ:ડભોઇ પંથકમાં MGVCL દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ. - Divya Bhaskar
ડભોઈમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ.
  • શનિવારે હીરાભાગોળ, રાણાવાસ, ચુનારાવાગા સહિતના વિસ્તારમાં વીજકાપ
  • શિરોલા, વડજ, પીસઇ, સહિતના ફીડરમાં રવિવારે 6 કલાકનો વીજ કાપ

ડભોઇ નગર વિજ કચેરીના ટાઉન ડે.એન્જીનીયર એ.જી.વસાવાએ પોતાના તાબા મા આવતા નગરના વિસ્તારો મા વિજ કચેરીની જુદીજુદી ટીમોને પ્રિમોનસુન કામગીરીને લઈ સમારકામ માટે જોતરી દિધા છે.

જેમાં પ્રથમ મહુડીભાગોળ, રેલ્વે ફાટક બહારના વિસ્તારોથી શરુઆત કરાયા બાદ તલાવપુરા, મોતીબાગ, દશાલાડ વાડી, સુંદરકુવા સહીતના વિસ્તારોમા વિજ ડીપીના સમારકામ કરાયા હતા. તેમજ વિજ કેબલો પર નમી ગયેલ ઝાડની ડાળીઓ દુર કરાઇ હતી.

શનિવારે હીરાભાગોળ, રાણાવાસ, ચુનારાવાગા. રાઠોડીયા વાગા વિસ્તારના વિજ લાઇનોના સમારકામો માટે સવારના 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વિજ પ્રવાહ બંધ રહેશેની નોટીસ જાહેર કરાઇ છે. જ્યારે તાલુકા ડે. ઇજનેર ડી.કે. રાઠવાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારના શિરોલા, વડજ, પીસઇ, સીમળીયા સહીત નીમ 11 કેવી ફીડરની લાઇનો રવિવારે સવારે 6થી બપોરે 12 સુધી સમારકામ હેતુ બંધ રાખવા નોટીસ જાહેર કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...