સારવાર:સગર્ભાએ ગાંઠ સાથે બાળકીને જન્મ આપ્યો : માતા-બાળકી બંને તંદુરસ્ત

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ ખાતેની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સગર્ભાએ પેટમા ગાંઠ સાથે જન્મ આપ્યો હતો. - Divya Bhaskar
ડભોઈ ખાતેની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સગર્ભાએ પેટમા ગાંઠ સાથે જન્મ આપ્યો હતો.
  • ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કર્યું
  • મહિલાને 4 મહિનો ગર્ભ હતો ત્યારે પેટમાં બાળક સાથે ગાંઠ હોવાનું જણાયું હતું

ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે એક સગર્ભા સ્ત્રીના પેટમાથી ગાંઠ સાથે બાળકીને જન્મ આપ્યો હતો. મહિલા 4 મહિના સગર્ભા હતી તે સમયે સગર્ભાના પેટમાં બાળક સાથે ગાંઠ હોવાનું તબીબને માલૂમ પડ્યું હતું. પણ બાળકના જીવનું જોખમ હોઇ સગર્ભાએ ઓપરેશનની ના પાડી હતી. 9 માસ પૂરા થતાં બાળકી અને ગાંઠ ઓપરેશન કરી પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ દ્વારા સફળતા પૂર્વક બાળકી અને માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

ડભોઇ શિનોર ચારરસ્તા નજીક આવેલ બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં એક માતાએ પેટમાં ગાંઠ સાથે બાળકીને જન્મ આપ્યો હતો. સમગ્ર બનાવમાં ડભોઇની જ એક સગર્ભા સ્ત્રીના પેટમાં 4 માસ બાદ ગાંઠ હોવાનું માલૂમ પડ્યું હતું.

તબીબ ડો. રાજેશ થાવલાની દ્વારા ઓપરેશન કરી ગાંઠ કાઢી નાખવા જણાવ્યુ હતું. પણ તેનાથી બાળકીને જાનહાની થવાની સંભાવના હોય સગર્ભા સ્ત્રીના પરીવારે 9 માસ રાહ જોઈ સદનસીબે મહિલા 9 માસ પૂર્ણ થતાં ડો. રાજેશ થાવલાની, તબીબ સાથે ડો. વિજયભાઈ સેઠ, જયેશભાઈ શાહ, વ્રજ મહેતા, દ્વારા સફળ ઓપરેશન કરી અંડાશયની ગાંઠ સાથે બાળકીને દુનિયામાં લાવ્યા હતા. હાલ માતા અને બાળકીની તબિયત તંદુરસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...