આક્રોશ:પ્રતાપનગર-છોટાઉદેપુર ટ્રેનમાં લોકલ નહીં હવે એક્સપ્રેસનું ભાડુ વસૂલાશે

ડભોઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ડભોઈ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર.
  • ટ્રેન સેવા પૂર્વ પટ્ટીના ગરીબ પરિવારો માટે દીવા સ્વપ્ન સમાન બનશે
  • રેલવે તંત્રના નિર્ણય સામે લોકોમાં જોવા મળતો ભારે રોષ

કોરોના મહામારીના સમયથી બંધ પડેલ મેમુ અને ડેમુ લોકલ ટ્રેનની રાબેતા મુજબની સેવાને ફરી કાર્યરત કરાવા કોંગ્રેસ-ભાજપાના પ્રજા પ્રતિનિધિઓએ ડભોઇથી છેક દિલ્હી અને મુંબઈ સુધી ધારદાર રજુઆતોનો મારો ચલાવ્યા બાદ 14 ફ્રેબુઆરીથી ટ્રેન શરુ થવાના સુખદ સમાચાર આવ્યા છે. પરંતુ ટ્રેન સેવાના લોકલ ભાડાને બદલે એક્સ્પ્રેસ મેલનુ તોતીંગ ભાડુ વસુલાશે. જેથી ટ્રેન સેવા પૂર્વ પટ્ટીના ગરીબ પરીવારો માટે દીવા સ્વપ્ન સમાન થવા જઈ રહી હોવાનુ કહેવાય રહ્યુ છે.

ડભોઇથી છોટાઉદેપુર-ડભોઇથી બોડેલી-ડભોઇથી પ્રતાપનગર સહીત વચ્ચે આવતા તમામ રેલ્વે સ્ટોપેજનુ મીનીમમ ભાડુ હવે પછી 30 રુપિયા કરી દેવામા આવ્યુ છે. જ્યારે ડભોઇથી પાવી જેતપુર 40 રુપિયા અને છોટાઉદેપુરનુ રૂા. 45 ભાડુ નક્કી કર્યુ છે. તેમજ ડભોઇથી થુવાવી, ભીલાપુર, કેલનપુરથી માંડીને છેક પ્રતાપનગર સુધી 30 રુપિયા ભાડુ કરી દેવાયુ છે. લોકોને પર્શ્ચિમ રેલ્વે દ્વારા ડીઝલ એંજીનથી ચાલતી લોકલ ટ્રેનના ભાડાને બદલે ઇલેક્ટ્રીકલ એંજીનથી ચાલતી એક્સેપ્રેસ મેલનુ ભાડુ વસુલવાનો અંગ્રેજ અમલદારોની જેમ અચાનક લેવાયેલો તઘલખી નિર્ણય ભારે દબાણનો વીજ ઝાટકો આપી રહ્યો છે.

ડભોઇ તાલુકાથી માંડીને છોટાઉદેપુરની પુર્વપટ્ટી અને એમ.પી.મા અલીરાજપુર - ધાર સુધીની રેલ્વે લાઇનમા મહેનત મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતો ગરીબ અને આદિવાસી શ્રમજીવી વર્ગ જ રેલ્વેની મુસાફરી કરતો હોવાથી રેલ્વે તંત્રનો નિર્ણય ભારે દુ:ખ પહોંચાડનારો બન્યો છે.

મેમુ-ડેમુ ટ્રેન નુ જૂનુ લોકલ ભાડુ
ડભોઇ, થુવાવી, કુંઢેલા, કેલનપુર, પ્રતાપનગર, વિશ્વામિત્રી સુધીના વ્યસ્ક અને બાળકો માટેનુ ભાડુ માત્ર 10 રુપિયા હતુ. જે હવે મીનીમમ રૂા. 30મા તબદીલ થવા પામ્યુ છે. ડભોઇથી વઢવાણા, અમલપુર, સંખેડા બહાદરપુર, છુછાપુરા, જોજવા, બોડેલી, જબુગામ, સુધીનુ ભાડુમાત્ર રૂા. 10 હતુ. જ્યારે પાવી, સુસ્કાલનુ રૂા. 15 તેમજ તેજગઢ, પુનિયાવાંટ, છોટાઉદેપુર સુધીના માત્ર રૂા. 20 ભાડુ લોકલ ટ્રેનમાં ડભોઇથી વસુલવામા આવતુ હતુ. જ્યારે અલીરાજપુરના રૂા. 30 ભાડુ હતુ.

હવે એક્સપ્રેસ મેલનું ભાડુ વસૂલાશે
ડભોઇથી થુવાવી, કુંઢેલા, કેલનપુર અને પ્રતાપનગરનુ મીનીમમ ભાડુ હવે પછી રૂા. 30 વસુલાશે. ડભોઇથી વઢવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુછાપુરા, જોજવા, બોડેલી અને જબુગામ સુધીના મીનીમમ રૂા. 30 ભાડુ રહેશે. જ્યારે પાવી, તેજગઢના રૂા. 35 અને પુનિયાવાંટના રૂા. 40 તેમજ છોટાઉદેપુરના રૂા. 45 ભાડુ રેલ્વે તંત્ર દ્વારા વસુલવામા આવશે. તે રીતે ડભોઇ રેલ્વે સ્ટેશનની ટીકીટ બારી પર ભાડાની માહીતીને લગતો કાગળ મુકી દેવામા આવતા લોકોમા ભારે નારાજગી સાથે કચવાટ જોવા મળી રહ્યો છે.

ભાડુ લોકલને બદલે એક્સપ્રેસ મેલનું કરાયું એ યોગ્ય નથી
યુ.પી.એ. સરકારમા રેલ રાજ્યમંત્રી હતો. ત્યારે બંધ પડેલ રેલ્વે ગાડીની કાયાપલટ માટે કોંગ્રેસની સરકારમા વિસ્તારના લોકોની સુખાકારી અને સુવિધા માટે ધારદાર રજૂઆતો કરી નેરોગેજ રેલવે લાઇનની કાયાપલટ કરી બ્રોડગેજમા રુપાંતરીત કરાઇ હતી. તેમજ પૂર્વપટ્ટી સહીત વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા સહિતના લોકોને નજીવા ભાડાના લાભ સાથે રેલ્વેની સલામત મુસાફરી માણે તેવા આશય સાથે ટ્રેન શરુ કરાઇ હતી. ત્યારે હવે ભાડામાં કરેલ તોતીંગ અને કમરતોડ વધારો ગરીબોને સુવિધાને બદલે દુવિધા આપવાનુ કામ કરશે. જે યોગ્ય નથી. હુ લેખિતમા દિલ્હી સુધી તેના માટે રજુઆત કરીશ. જરુર જણાશે તો લોકો માટે લડત પણ અપાશે એ નક્કી. - નારણભાઇ રાઠવા, સાંસદ, છોટાઉદેપુર (માજી રેલરાજ્યમંત્રી)

અન્ય સમાચારો પણ છે...