તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડભોઇની કરણેટ વસાહત -2માંથી પોલીસે બિયરના ટિન ઝડપી પાડ્યાં

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં મકાઈના ઢગલા નીચે બિયરના ટિન છુપાવ્યા હતા
  • આરોપી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઈ

ડભોઇ તાલુકાના કરણેટ ગામ પાસે આવેલ કરણેટ નર્મદા વસાહત-02મા રહેતા ઇસમના ઘેર ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાની બાતમી આધારે બીટ જમાદાર અને પો.કો.એ છાપો મારતા ઘરમા મકાઇના ઢગલા નીચે છુપાવેલ બીયના ટીન નંગ-17 કિ. રૂા.1955નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસ ને જોઇ આરોપી ફરાર થઈ જતા ભાગેડુ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

ડભોઇના કરણેટ ગામ પાસે આવેલ નર્મદા વિસ્થાપિતોની વસાહતમા રહેતો મંગાભાઇ ખાલપાભાઇ વસાવા પોતાના ઘરમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયરનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી આધારે બીટ જમાદાર બાલુભાઇએ પોતાના પો.કો. નિલેશભાઇને સાથે રાખી છાપો મારતા પોલીસને જોઇ મંગા વસાવા ભાગી છુટ્યો હતો.

જ્યારે ઘરમા રહેલ મકાઇના ઢગલા નીચે છુપાવેલ બિયરના ટીન નંગ - 17 કિ.રૂા. 1955ના મળી આવતા પ્રોહીબીશનની કલમ હેઠળ ગુન્હો નોધી ભાગેડુ આરોપીને ઝડપી પાડવા સહીત આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...