ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે. તેવામાં તેનું વેચાણ ન થાય તે માટે પોલીસ સતત ચેકિંગ કરી વેચાણ અટકાવા પ્રયાસ કરી રહી છે, જે અનુસંધાને આજે ડભોઇ નગરના લાલ બજાર ટાવર ચ રેલવે સ્ટેશન એસટી ડેપો ખેતીવાડી બજાર સમિતિ બજારોમાં આવેલ પતંગ અને દોરીની દુકાનોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉતારાયણનો મહાપર્વને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે. તેવામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી લોકોના મૃત્યુ થતાં હોય જેને લઈ ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે અનુસંધાને ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં આ દોરી વેચાણ કરતા વેપારીઓ અને ઉપયોગ કરતા લોકો ઉપર કડક કાર્યવાહીના આદેશ હોય ત્યારે ડભોઇ પોલીસ દ્વારા સતત બે દિવસથી આવા લોકો ઉપર બાજ નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડભોઇ નગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકવા ડી.વાય.એસ.પી. આકાશ પટેલ તેમજ પી.આઈ. એસ.જે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડભોઇ પોલીસ જવાનો દ્વારા ડભોઇ નગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ પતંગ અને દોરીની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે ચાઈનીઝ દોરીનું વેચાણ કરવો એ ગુનો છે માટેનું વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડભોઇ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ડભોઇ નગરમાં ચાઈનીઝ દોરીનો ગેરકાયદે વેપાર કરતા ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. હાલમાં રાજ્યભરમાં પ્રતિબંધિત ચાઇનિઝ દોરીના વેચાણ સામે પોલીસ તંત્ર દ્વારા કડકાઇ કરવામાં આવતાં ઠેરઠેર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.