ચોરીનો ભેદ ઉકેલાયો:ત્રણ જિલ્લામાંથી 12 બાઈક ચોરનાર 2ને પોલીસે ઝડપ્યા

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી ચોરાયેલી 12 બાઈકોની ચોરીનો ભેદ ઉકેલાયો

જિલ્લા SOGની ટીમ ડભોઇ પોલીસની હદ વિસ્તારના ગોપાલપુરા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતી. ત્યારે બોડેલી તરફેથી બાતમી મુજબના વર્ણનવાળા ઇસમો નંબર વગરની બે બાઈકો લઈને આવતા તેઓને રોકી પૂછપરછ કરતા બન્ને બાઈક ચોરીની હોવા સાથે વધુ પૂછપરછમાં અન્ય બે સાથીદારો સાથે કુલ 12 બાઈકો અને 08 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં ડભોઇ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાની બાઈકોની ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો.

જિલ્લા SOG ટીમના પો.સ.ઇ.જે.એમ.પઢીયાર, અ.મ.સ.ઇ.જયરાજભાઇ છગનભાઇ, અ.હે.કો. નિર્મલસિહ નરેન્દ્રસિહ, અ.હે.કો.ગોપાલસિહ, અ.પો.કો. પ્રવિણભાઇ કેશવભાઇ, આ.પો.કો. સુરેશભાઇ પ્રતાપભાઇ, આ.પો.કો. ભાવિનભાઇ કાળુભાઇ સહીત ચુનંદા પોલીસ જવાનોની ટીમ ડભોઇ પોલીસની હદ વિસ્તારના ગોપાલપુરા ગામની ચેકપોસ્ટ પાસે કામગીરીમાં હતી. ત્યારે બોડેલી તરફેથી ચોરીની બે જુદીજુદી નંબર પ્લેટ વગરની બાઈકો લઈ બે ઇસમો વેચાણ અર્થે ડભોઇ તરફે આવતા હોવાની બાતમી મળી હતી.

જે બાતમી આધારે વોચ ગોઠવી થોડીવારમાં બાતમી મુજબના વર્ણન સાથેના ઇસમો આવતા બન્નેને પડકારી ઝડપી પાડ્યા હતા. તેઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ અભેસિંગ ચીમનભાઇ ડુડવે તેમજ પીન્ટુભાઇ લહરીયાભાઇ મોરીયા બન્ને રહે.ચાંદપુર ગામ તા.કઠીવાડા જિ.અલીરાજપુરના હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓની પાસેની બાઈકો બાબતે પૂછતા એક સુરતથી અને બીજી ડભોઇથી ચોરેલ હોવાનું જણાવ્યું હતું.

વધુ પૂછપરછ કરતા તેઓના અન્ય બે સાથીદારો પણ હોવાનું જણાવી ડભોઇ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાં મળી કુલ 12 બાઈકોની ચોરી કરેલ હોવાનું જણાવતા 08 ગુનાના ભેદ ઉકેલી તમામ બાઈકો કબ્જે કરાઇ હતી. તેમજ તેઓના સાથીદારો ચંદરીયા ઉર્ફે ચન્દ્રસિહ અજલીયા ભીલ રહે.આગલગોટા તા.કઠીવાડા તેમજ રાઘુ ઉર્ફે રાઘલીયા મનસિહ ભીલાલા રહે.બીજરીયા તા.કઠીવાડા(એમ.પી.)ને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...