તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જંબુસરની પરિણીતા પર સાસરિયા દ્વારા ત્રાસ ગુજારાતાં પોલીસ ફરિયાદ

ડભોઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ પતિ-નણંદ સામે ડભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી

પરિણીત યુવતીને પોતાના પતિ અને નણંદ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ ગુજારાતા પરિણીતાથી વારંવાર ગુજારાતો ત્રાસ સહન ન થતા યુવતીએ ડભોઇ પોલીસમાં પતિ અને નણંદ સામે ગુનો દાખલ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અશોકભાઈ ચતુરભાઈ પટેલ રહે નિધિવન સોસાયટી 17 સમાજ પટેલ વાડી પાસેની દીકરી એકતા બેનના લગ્ન જ્ઞાતિના રીતરિવાજ મુજબ મોટી નોબાર તાલુકો જંબુસર જિલ્લા ભરૂચ રહે મોટી ખડકી ખાતે રહેતા પ્રિયંક કુમાર ઉમેશભાઈ પ્રભુદાસ પટેલ સાથે 2015માં લગ્નગ્રંથિથી જોડાયા હતા.

ફરિયાદી એકતા બેનને સાસરીમાં કોઈપણ સમયે ગમે તેમ ખરાબ બોલી તારે આજુબાજુ કોઈની સાથે વાતચીત કરવી નહીં. ઘરના ઓટલા પર ઊભા હોય તો તેનો પતિ મારઝૂડ કરતો હોય તેમજ નણંદ કૃપાલી બેન ઉમેશભાઈ પટેલ પણ ઘરકામ બાબતે એકતા બેનને વાત કરી તારા બાપના ઘરેથી શું શીખીને આવેલી છે ગમે તેમ બોલી ત્યાં કશું આવડતું નથી તેવા મહેણા ટોણા મારી એકબીજાને મદદગાર કરતા એકતા બેને રોજના માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હોય આખરે કંટાળીને પિયર ડભોઇ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે પોતાના પિતાને જણાવતા આ અંગે ડભોઇ પોલીસમાં પતિ અને નણંદ વિરોધ માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવા અંગે ફરિયાદ નોંધાવતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી પીએસઆઇ આર એમ ચૌહાણ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...