અભિયાન:ડભોઇમાં 2 વર્ષથી નાના બાળકોને ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન મૂકાઈ

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળકોમાં ન્યુમોકોકલ નામની ગંભીર બીમારી ઘર ના કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન વિનામૂલ્યે 2 વર્ષ થી નાના બાળકોને આપવા માટે અભિયાન હાથ ધરાયું છે ત્યારે ડભોઇ ખાતે અર્બન હેલ્થ સેન્ટરથી આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

કોરોના જેવી મહામારી બાદ હવે ન્યમોકોકલ નામની ગંભીર બીમારી બાળકોમાં સંક્રમણ થાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા યુઆઈપી યુનિવર્સલ ઇમ્યુનિસિયમ પ્રોગ્રામ અંતર્ગત 2 વર્ષથી નાના બાળકોને ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન (પી.સી.વી.) મૂકવાનું નક્કી કર્યું છે. ન્યુમોકોકલ રોગથી મગજનો તાવ, સિટિરસેમિયા જેવા ગંભીર રોગ બાળકના શરીરમાં ઘર કરે છે અને બાળકનું મૃત્યુ થઈ શકે તેવી સ્થિતિ ઊભી થાય છે. આ મૃત્યુ દર અટકવા પી.વી.સી. રસી લેવી ખૂબ જરૂરી હોય છે.

શિનોર તાલુકા મથકે ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો
શિનોર તાલુકા મથકે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે બુધવારે ન્યુમોનિયા તથા મગજના તાવથી બચાવતી ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન (પી.સી.વી) રસીકરણનો વિનામૂલ્યે બાળકોને આપવાનો પ્રારંભ કરાયો હતો. બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવથી રક્ષણ માટે વિનામૂલ્યે આપવાનો પ્રારંભ તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલે શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો અને તમામ બાળકો માટે વેક્સિનેશનનો પોગ્રામ ખુલ્લો મુકાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...