ભાસ્કર વિશેષ:ડભોઇના કરનાળીમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ગુજરાત સમર કોચિંગ કેમ્પનું આયોજન

ડભોઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરનાળી ગામે સમર કેમ્પ યોજાયો તે તસવીર. - Divya Bhaskar
કરનાળી ગામે સમર કેમ્પ યોજાયો તે તસવીર.
  • વિવિધ ગામોના 70 ઉપરાંત બાળકોએ કેમ્પનો લાભ લીધો

ડભોઇ તાલુકાના કરનાળીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ યોજાયો હતો. ડભોઇ તાલુકાના યાત્રાધામ કરનાળીમાં આવેલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ માં 10 દિવસીય સમર કોચિંગ કેમ્પ 2022નું આયોજન રાખવામાં આવ્યું હતું. આ સમર કોચિંગ કેમ્પમાં ચાણોદ કરનાળી, પીપળીયા, વડીયા સહિત આસપાસના ગામડાઓમાંથી 70 જેટલા બાળકોએ આ સમર કોચિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. આ સમર કેમ્પમાં બાળકોને ચાણોદના દિપ જોષી દ્વારા બાળકોને ઇન્ડોર રમતનું જ્ઞાન અપાયું હતું.

જે વોલીબોલ, ખો-ખો, બેડમિન્ટન, કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવી હતી. જ્યારે બુધવારે અંતિમ દિવસ હોય ત્યારે બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડોદરા રમત ગમત જિલ્લા અધિકારી જયેશભાઈ ભાલાવાલા, વિશાલ ભાઈ શાહ તેમજ સ્વિમર કોચ ક્રિષ્નાબેન સહિત ચાંદોદ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ચંદ્રકાંત ગુરુજી, ઉપ પ્રમુખ દિલીપભાઇ જોશી, બાલકૃષ્ણ ગુરુજી તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...