તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડભોઇમાં બકરાની બબાલમાં પાઇપ, સળિયા, પથ્થરથી હુમલો

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુડીભાગોળ પરબડી વિસ્તારમાં થયેલા ઝઘડામાં બેને ઇજા
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ ડભોઈ બાદ વડોદરા ખસેડાયા

ડભોઇના મહુડીભાગોળ પરબડી વિસ્તારમા આવેલા ખાટકીવાડમા રહેતા વેપારી અબ્દુલરજાક હાજીબસીર ભાઇ કુરેશી ઉ.વ. 34ની ફરીયાદમા જણાવ્યા મુજબ તેઓ પાસેથી શુક્રવારે બપોરના આશિયાના શોપીંગ સેન્ટર સામે રહેતો જાકીર અબ્દુલભાઇ ઘાચી અને તેનો પુત્ર સિહાબ ઝાકીરભાઇ ઘાંચી બકરાના વેપારી અબ્દુલરજાક કુરેશી પાસે રૂા. 8500ની કિંમત નક્કી કરી બકરો વેચાણ લઈ ગયેલ હતા. જેના રૂપિયા આપેલ ન હતા. બે કલાક બાદ બન્ને પિતા-પુત્ર બકરો લઈ પરત આવી ‘બકરો અમારે જોતો નથી’ તેમ કહી પાછો આપી ગયા હતા.

ત્યારબાદ સાંજના બન્ને પિતા-પુત્ર ફરી બકરો લેવા વેપારી કુરેશી પાસે પહોંચ્યા હતા. ત્યારે બન્ને પિતા-પુત્રને બકરો આપવાની સ્પષ્ટ ના પાડી દેતા વિફરેલા પિતા-પુત્રે વેપારીને ગાળો બોલી ‘તુ અમને બકરો કેમ નથી આપતો’ તેમ કહી ધમકી આપી ‘હમણા તને મારવા આવીએ છીએ’ તેમ કહી જતા રહ્યા હતા.

જે બાદમા થોડીવાર પછી જાકીર ઘાંચી તેના બે પુત્ર સિહાબ અને ઇમ્તિયાઝ હાથમા લોખંડનો સળીયો, પાઇપ અને પત્થર લઈ આવી વેપારી અબ્દુલરજાક કુરેશી અને તેના મોટા ભાઇ સાબિર કુરેશીને ઢોર માર મારતા માથામા અને મોઢા પર તેમજ શરીરે ઇજાઓ થતા બન્નેને ડભોઇ બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા. ડભોઇ પોલીસે ફરીયાદ આધારે ત્રણેય પિતા-પુત્ર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...