ભાસ્કર વિશેષ:શારીરિક ખોડ ખાંપણ ધરાવનારા બાળકોનું ડભોઇ બીઆરસી ભવનમાં એસેસમેન્ટ કરાયું

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ સહિત ત્રણ તાલુકાના 250 વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ થયું

ડભોઇ સહિત કરજણ શિનોર 250 ઉપરાંત બાળકોનું અસેસમેન્ટ હાથ ધરયું હતું. ડભોઇ બી.આર.સી. તેમજ એલિમકો તેમજ સમગ્ર શિક્ષા વડોદરા વિભાગ દ્વારા બી.આર.સી. ભવન ખાતે નિષ્ણાત તબીબોની હાજરીમા એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં 250 જેટલા બાળકોનું અશેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

ડભોઇ શિનોર અને કરજણમા વસતા શારીરિક ખોડ ખાપણ ધરાવતા દિવ્યાંગ બાળકોને દર વર્ષે સમગ્ર શિક્ષા વડોદરા દ્વારા સાધનોની સહાય આપવામાં આવતી રહી છે. જે અનુસંધાને આજે ડભોઇ સ્પેશિયલ એજ્યુકેટર નીતાબેન નાયર, ધર્મિસ્ઠા કડીયા, ખુશ્બુ મેકવાન, વિશાલ શિતોડે, જીગ્નેશ નીચરતા, તારા રાઠવા સહિત ડભોઇ બી.આર.સી. કોઓર્ડીનેટર ભરતભાઇ દરજીની હાજરીમાં એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કરજણના કેયુર પરમાર, અનુરાગ શર્મા, તેમજ શિનોરના નવીનભાઈ પટેલ દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે હાજર રહ્યા હતા. 250 ઉપરાંત બાળકોનું એસેમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. તો આગામી સમયમા આ બાળકોને કેટેગરી મુજબ કીટનું પણ વિતરણ કરવામાં આવનાર છે. બાળકોને કેમ્પમા હાજર રહી શકે તે માટે વાલીઓના ખાતામાં આવવા-જવાનું ભાડું તેમજ ચા નાસ્તાનો ખર્ચ પણ સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો. એલિમકોના નિષ્ણાત તબીબો દ્વારા તમામ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...