તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડાના લોકોમાં રોષ:ડેપ્યુટી એન્જિનિયરે ફોનમાં કહ્યું - ‘સાહેબ પાર્ટી કરે છે, પીવા બેઠા છે, હમણાં લાઇટ નહીં આવે’, વાતચીતની બે ઓડિયો-ક્લિપ વાઇરલ

ડભોઇ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીજકંપનીની આડોડાઈ અને ઉદ્ધતાઈભર્યા જવાબોને લઈ વીફરેલા ટોળાએ કચેરીમાં આવી તોડફોડ કરી હતી. - Divya Bhaskar
વીજકંપનીની આડોડાઈ અને ઉદ્ધતાઈભર્યા જવાબોને લઈ વીફરેલા ટોળાએ કચેરીમાં આવી તોડફોડ કરી હતી.
  • નડા સહિતનાં 10 ગામમાં અડધો કલાક લાઈટો ગુલ થતાં લોકોની વીજ કચેરીમાં તોડફોડ
  • લાઇટ જતાં ડે. એન્જિનિયરને ફોન કરતાં જવાબ મળ્યો

ડભોઇના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો પૂરતો ન મળવાની ઘટનામાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંપર્ક થતો ન હોવાથી ડેપ્યુટી એન્જિનિયર વી.બી. રાવતને એક ગામના આગેવાન દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. ફોન અન્ય ઈસમે ઉપાડી સાહેબ પીવા બેઠા છે, પાર્ટી કરે છેનું જણાવતાં જ ગ્રામજનો ઉશ્કેરાયા હતા. ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ડભોઇ ખાતેની કચેરી પર હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. આખરે પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો.

10 ગામમાં અડધો કલાક લાઇટો ન આવતાં ફોન કર્યો હતો
ડભોઇ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી અપૂરતો વીજપ્રવાહ વીજ કંપની દ્વારા અપાતો આવ્યો છે અને છાસવારે વીજપ્રવાહ કટ થઈ જવાથી લોકો ત્રાહિમામ પોકરી ગયા હતા. એવામાં શનિવારની રાત્રે નડા સહિતનાં 10 ગામમાં અડધો કલાક સુધી લાઇટો ન આવતાં નડા ગામના આગેવાન દ્વારા કચેરી સહિત અધિકારીઓને ફોન કરવામાં આવ્યો, પણ કચેરી ખાતે કોઈ જવાબ આપવા તૈયાર ન હતું. અધિકારીને ફોન લગાવતા અધિકારી ડે.એન્જિનિયર પાર્ટી કરવા બેઠા છે, પીવા બેઠા છે નો જવાબ તેમના ફોનથી અન્ય કોઈ ઇસમે આપતાં ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને જીઇબી કચેરી ખાતે આવી પહોંચી હોબાળો મચાવી તોડફોડ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે અધિકારીઓ આવી રીતે પાર્ટી કરે અને તાલુકા અને નગરજનો હેરાન થાય.

50 લોકોનાં ટોળાંએ હલ્લાબોલ કર્યો
ઉડાઉ જવાબો મળતાં નડા ગામના ભાવેશભાઈ પટેલ સહિત 50 જણનાં ટોળાંએ ડભોઇ ખાતે આવેલી જીઇબી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. ત્યાર બાદ આસપાસના 10 જેટલા ગામના રહીશો પણ જીઇબી ખાતે આવી પહોંચ્યા હતા, જેને પગલે મામલો ગરમાયો હતો. જ્યારે કોઈપણ અધિકારી કે કોઈ કર્મચારી જીઇબી કચેરી ખાતે હાજર ન હોઈ ગ્રામજનોની સમસ્યા કોણ સાંભળે,જેથી ગ્રામજનો ઉશ્કેરાઈ જઇ તોડફોડ કરી હતી. જોકે સમયસર પોલીસ આવી જતાં ગ્રામજનોને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો. આમ, ગ્રામજનોમાં ડે.એન્જિનિયર વી.બી.રેવાર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભાવેશભાઈની ડે. ઈજનેરના ફોન પર થયેલી વાતચીત
ભાવેશભાઈ: હેલો... ભાવેશ બોલું નડાથી...
સામેની વ્યક્તિ: સાહેબ પીવા બેઠા છે, પાર્ટીમાં છે અત્યારે...
ભાવેશભાઈ: લાઈટો નથી અડધા કલાકથી. હવે અંધારામાં મચ્છરોમાં છોકરાઓને ઊંઘ કેમની આવે.
સામેની વ્યક્તિ: એટલે પીવા નહિ, પણ પાર્ટીમાં બેઠા છે. સાહેબ ડભોઈ નજીક
ભાવેશભાઈ: હા, એ હું સમજી ગયો, તમે કીધું કે પાર્ટીમાં છે પીવા બેઠા છે, પણ આ સાહેબ બહુ ખોટું કરી રહ્યા છે. રહેવર સાહેબને કહેજો કે મારી પાસે રેકોર્ડિંગ છે. અઘરું પડશે. તમે કોણ બોલો.
સામેની વ્યક્તિ: હું તો એમને ઓળખતો પણ નથી. એ તો મોબાઈલ મારા ઘરે ચાર્જિંગમાં મૂકી ગયા છે.
ભાવેશભાઈ: એમને કહેજો આ ખોટું થઈ રહ્યું છે. ડભોઈની પબ્લિક અંધારામાં રહેને સાહેબ પાર્ટીઓ કરે. કાલે સવારે અઘરું પડશે.

ભાવેશભાઈની લાઈનમેન મહેશભાઈ સાથેની વાતચીત
ભાવેશભાઈ: ભાવેશ બોલું નડાથી.
લાઇન મેન: બોલો ને
ભાવેશભાઈ: લાઈટ નથી નડા ગામે
લાઇન મેન: એવું કેટલા સમયથી
ભાવેશભાઈ: 10-15 મિનિટથી
લાઇન મેન: આ પવનના કારણે ઝાડવા નમી પડે તો એવું બને.
ભાવેશભાઈ: પણ પાછલા 6 માસથી કલાકો સુધી લાઈટ નથી હોતી, એવું કેમ..ભીલાપુર ફીડરમાં પહેલા આવું ના હતું. કઈ કરો યાર શું
લાઇન મેન: એવું એમ, હવે શું ખબર પડે.
ભાવેશભાઈ: અમારે હેલ્પર ફોન ઉઠાવે ના ફરિયાદ કોને કરવી?, કોણ હશે અત્યારે ઓફિસમાં?
લાઇન મેન: અત્યારે તો કોઈ ન મળે
ભાવેશભાઈ: તો અમારે કહેવું કોણે?, અમે કંટાળી ગયા છે, પછી કાલે સવારે આવીશ ત્યારે ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...