મુસાફરોની લોકમાગ:ડભોઈ ડેપો દ્વારા સાધલી પંથકની બસો બંધ રખાતાં મુસાફરો પરેશાન

સાધલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિભાગીય નિયામક વડોદરાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં

વડોદરા એસ ટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા સાધલી પંથકની બસોનુ સંચાલન કરવામાં આવે છે. પરતુ વહિવટકર્તા દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને સાધલી પંથકની બસો બંધ કરવામા આવતી હોય છે. હાલમાં દિવાળી વેકેશન હોવાના કારણે મુસાફરો ખુબ જ હેરાન થાય છે. અને ના છુટકે ખાનગી વાહનોમા ડબલ ભાડુ ખર્ચીને જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે. જેથી પથંકના મુસાફરોમા રોષ જોવા મળી રહ્યો છે.

ડભોઈ ડેપો દ્વારા ચલાવવામાં આવતી સાધલી પંથકની ધણી બધી ટ્રીપો બંધ છે. ડભોઈ - નારેશ્વર - ડભોઈ/ ડભોઈ - કરજણ - ડભોઈ નાઈટ વાયા. પુનિયાદ - સાધલી/ ડભોઈ - માંજરોલ - ડભોઈ વાયા પુનિયાદ - ભેખડા - અચીસરા. અવાખલ - સાધલીની ત્રણ ટ્રીપ બંધ છે. સવારે ડભોઈ-સાધલી-કિર્તિસ્ત ંભ વાયા - પોર - કાયાવરોહણ તેમજ વડોદરા - સાધલી - વડોદરાની ત્રણ ટ્રીપ બંધ છે. આ ત્રણ ટ્રીપ શિડયુલ ચાલુ હોવા છતાં મનસ્વી રીતે નિર્ણય લઈને આ બસ બીજે મોકલી દેવામા આવે છે. કેટલીક ટ્રીપો અઠવાડિયા મા બે કે એક દિવસ ચલાવવામાં આવે છે. પછી ઓછી આવકનુ ખોટુ બહાનુ કાઢીને બસો બંધ કરી દેવામાં આવેલ છે.

આ બાબતે રેલ એન્ડ રોડ પેસેન્જર એસો.ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વડોદરા વિભાગીય નિયામક - ડી.ટી.ઓ.ને લેખિત તેમજ મૌખિક વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવા આવતી નથી. તેમજ દરેક વહીવટી અધિકારી ઓને સુચના આપવા છતાં પણ કોઈ ફેર પડતો નથી. ડભોઈ ડેપોનો વહિવટ કાગળ પર બસો દોડાવા આવે છે.

જેના ડભોઈ ડેપોનો વહિવટ એકદમ ખાડે ગયલો છે. સારા અધિકારીની ખાસ જરૂર છે. કારણ કે મનફાવે તેમ સંચાલન કરવામાં આવે છે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે. આવા અધિકારીઓ એસટી વિભાગને વધુ ખોટમા ઉતારશે જેથી નિયમિત સંચાલન કરવામાં આવે એવી અને સાધલી પથંકની તમામ ટ્રીપો જુના સમય પત્રક મુજબ ચાલુ કરી આપવા આવે એવી સમગ્ર પથંકના મુસાફરોની લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...