તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઈમાં 101 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે ઓક્સિજન બેંકનું ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે લોકાર્પણ કરાયું

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી ભક્તિ નિધિ ટ્રસ્ટ ન્યૂજર્સી દ્વારા ઓક્સિજન બેંકની સહાય કરાઈ

ડભોઇ સહિત બાધરપુર અને સંખેડા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે વિદેશમાં વસતા ભારતીયો સંચાલીત સંસ્થા શ્રી ભકતી નીધિ ઇંકોર્પોરેશન ન્યુજર્શી અમેરીકા દ્વારા કોરોના મહામારીની આગામી ત્રીજી લહેરને પડકારવાના હેતુને લઈ તેમજ ઓક્સિજનની અછત પૂરી કરવા માટે 101 જેટલા ઑક્સિજન કોન્સન્ટ્રેટરનું લોકાર્પણ વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મેહતાના હસ્તે કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશ આજે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઑક્સિજનની ખૂબ આવશ્યકતા પડી હતી.

જ્યારે હવે કોરોનાની ત્રીજી લહેર પણ આવીશકે તેમ હોય ત્રીજી લહેરને પહોચી વળવાના હેતુ સાથે સ્થાનિક સ્તરે ઑક્સિજનની સુવિધા પૂરી કરવા સરકાર દ્વારા લોકભાગીદારીની અપીલ કરવામાં આવી છે. ત્યારે ડભોઇ નગર સહિત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બાહધરપૂરની આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરીકોને કોરોનાની ત્રીજી લહેરમાં ઑક્સિજનની અછત ન પડે તે હેતુ સાથે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા સંચાલીત શ્રી ભક્તિ નિધિ ઇંકોર્પોરેશન ન્યુજર્શી અમેરીકાના ચેરમેન પંકજભાઈ શેઠ અને ટ્રસ્ટીઓના પ્રયત્નોથી વિદેશમાં વસતા મૂળ ભારતીય નિવાસીઓ પાસેથી માતબર દાન મેળવી ડભોઇ અને આસપાસના ગામો માટે 101 ઑક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું આયોજન કરી ઑક્સિજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જ્યારે આજે ઝારોલાની વાડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રીબીન કાપી ઑક્સિજન કોન્સટ્રેટર મશીનનું લોકાર્પણ અને ઑક્સિજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, ડો.સંદીપ શાહ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો. મહેન્દ્રભાઈ પટેલ, આશિષભાઈ જોશી, નગર પાલીકા પ્રમુખ કાજલબેન દુલાની, ભકતી નિધી ઇન્ક ના ટ્રસ્ટી ગોપાલભાઈ શાહ,સુભાષભાઈ ભોજવાની, વિશાલભાઈ શાહ, સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

જ્યારે સમગ્ર બેન્કનું સંચાલન એચ.વી.શાહ વડોદરાના રહીશો માટે શ્રીનાથજીની હવેલી, સી.23 તુલસી સોસાયટી, પૂનમ કોમ્પ્લેક્ષ, વડોદરા મો. 9426345669 અને ડભોઇ ખાતે ચેતનભાઈ જી.શાહ મો. 9428878123 પંકજભાઈ શેઠ નિવાસ સ્થાન શેઠ ખડકી કંસારાબજાર ડભોઇથી જરૂરિયાત મંદને વિના મૂલ્યે ઑક્સિજન કોન્સ્ટ્રેટર જરૂરી દસ્તાવેજ સાથે આપી સંચાલન કરશે.

વિદેશમાં રહી માદરે વતનની ચિંતા કરતા વૈષ્ણવ દ્વારા ઓક્સિજન બેંક ડભોઇ ખાતે ઊભી કરવામાં આવી છે. જેનું ઉદઘાટન કરતા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...