તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ડભોઈમાં ST બસોમાં કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ

ડભોઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાની વચ્ચે બસો દોડાવાની શરૂઆત થઇ છે. પરંતુ હેપ્પી તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
કોરોનાની વચ્ચે બસો દોડાવાની શરૂઆત થઇ છે. પરંતુ હેપ્પી તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે.
 • ST બસોમાં 70 % કરતાં વધુ મુસાફરો ભરતાં કોરોના સંક્રમણ વધવાની ભીતિ
 • ST તંત્ર માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ટેસ્ટિંગ કર્યા વિના જ મુસાફરોને બસમાં બેસવા દે છે

ડભોઇ તાલુકામા સંખ્યા બંધ મુસાફરો એસ.ટી. બસની મુસાફરી કરતાં બસોની અછત તેમજ કેટલાક સમયે રૂટ બંધ હોવાને કારણે બસો ન મુકાતી હોવાથી મુસાફરોને હાલાકી ભોગવી પડે છે. હવે જ્યારે સરકાર દ્વારા 70 % મુસાફરો સાથે કોરોના ગાઈડલાઇન મુજબ મુસાફરીની છૂટ આપેલ છે. ત્યારે સરકારની કરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે.હાલ કોરોના ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ગત વર્ષ કરતા પણ કોરોના કેસો મોટા પ્રમાણમાં વધેલા જોવા મળી રહ્યા છે.

આવા સંજોગોમાં પણ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા મથક પરથી બસો કોરોનાની ગાઈડલાઈન મુજબ ચાલુ કરવા જણાવેલ છે. જ્યારે ડભોઇથી તંત્ર દ્વારા તેનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે.ડભોઇ એસ.ટી તંત્ર ના તો માસ્ક, સેનેટાઇઝર, થર્મલ ટેસ્ટિંગ કર્યા વિના જ મુસાફરોને બસમાં બેસવા દે છે. આટલું જ નહીં બસો માં 70% કરતાં વધુ મુસાફરો ભરતા હોય આગામી સમય માં કોરોનાનું સંક્રમણ વધે તો જવાબદાર કોણ થસે. એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ફરજિયાત કરવા કહે છે. તેવામાં ડભોઇ ખાતે એસ.ટી. બસોમાં મુસાફરોનું માસ્ક ચેકિંગ પણ હાથ ધરાતું નથી.

એક તરફ સરકાર કોરોના સંક્રમણ અટકવા તેમજ રસી આપી તેમજ વિવિધ રાજ્યોમાં ફરી લોકડાઉન લાદી કોરોના સંક્રમણ અટકવા અથાક પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ કેટલાક બેદરકાર લોકો અને તંત્રને કારણે સંક્રમણ વધવાના એધાણ સર્જાઈ રહ્યા છે. આવો જ કિસ્સો ડભોઇમાં આવેલ એસ.ટી. મુસાફરીમાં જોવા મળ્યો છે. જ્યાં એસ.ટી. બસમાં મુસાફરી કરતાં મુસાફરો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડે તેવી રીતે મુસાફરી કરતાં નજરે પડ્યા હતા.

વધુમાં એસ.ટી.વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવામાં ડભોઇ પંથકમાં વધી રહેલા કોરોનાના કેસોમાં વધારો થાય તેવી સંભાવના છે. સંક્રમણ અટકવું તો દૂર પણ વધી રહ્યું હોઈ તંત્ર આ તરફ ધ્યાન દોરી સોશિયલ ડિસ્ટન્સનું કડક પણે અમલ કરાવે તો સંક્રમણ અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો