તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીના પરિણામ:ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠકમાંથી ભાજપે 13, અપક્ષે 2 અને કોંગ્રેસે 5 બેઠકો મેળવી

ડભોઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈમાં વિજેતા ઉમેદવારોની વિજય યાત્રાઓ નીકળી હતી. - Divya Bhaskar
ડભોઈમાં વિજેતા ઉમેદવારોની વિજય યાત્રાઓ નીકળી હતી.
  • ડભોઇ પાલિકા, તાલુકા-જિલ્લા પચાયતની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
  • જિ. પંચાયતની 4 બેઠકોમાંથી 3 ભાજપને ફાળે, જ્યારે 1 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી

ડભોઇ નગરપાલિકાના 09 વોર્ડની 36 બેઠકો માટે થયેલ મતદાનની મગળવારે ડભોઇ કોલેજ ખાતે ગણતરી થતાં ભાજપે 21 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે 02 બેઠકો અપક્ષને ફાળે અને 13 પર કોંગ્રેસની જીત થવા પામી હતી. જ્યારે ડભોઇ તાલુકા પંચાયતની 20માંથી ભાજપને ફાળે 13 જ્યારે 02 અપક્ષ અને 05 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી. જ્યારે જિલ્લા પંચાયતની 04 બેઠકોમાંથી 03 ભાજપને ફાળે જ્યારે 01 બેઠક કોંગ્રેસને ગઈ હતી. આમ ભાજપનો ભગવો ડભોઇ પંથકમાં લહેરાયો હતો.

ડભોઇ નગરપાલિકાની ગત ચૂંટણીમાં 36 બેઠકોમાંથી 28 પર જીત સાથે તેમજ 04 અપક્ષોના સથવારે કોંગ્રેસે 32 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો હતો. પરંતુ કોંગ્રેસના 32માંથી 14 ભાજપ સાથે ભળી બોર્ડ તોડી નાખતા સત્તા ગુમાવી હતી.આ ચૂંટણીમાં નગરપાલિકા સહિત પંચાયતોની મોટાભાગની બેઠકો પર કારમો પરાજય થતાં ભાજપનો ભગવો લહેરાતા વિજેતાઓએ ડીજેના તાલે વિજય યાત્રાઓ કાઢી હતી.

વોર્ડ-9માં ભાજપના વિજેતા ઉમેદવારને અનામતને કારણે હારેલા જાહેર કરાયા​​​​​​​
​​​​​​​ડભોઈ પાલિકાના વોર્ડ-9માં ભાજપની પેનલના વિજેતા ઉમેદવાર સોનલબેન સોલંકીને અનામતને કારણે હારેલા જાહેર કરી સામેની કોંગ્રેસ પેનલના ઉમેદવાર અજયભાઈ રાઠવાને આખરે વિજેતા જાહેર કરાયા હતા.

ભાપજના નવા નિશાળિયાઓને ભણાવવા માસ્તરની જરૂર હતી
ડભોઇ પાલિકાની ચૂંટણીમાં ભાજપના જૂના ચહેરાઓને સ્થાને નવા ચહેરાઓને ટિકિટ મળી હોય ભાજપના પાયાના સક્રિય કાર્યકર રહેલા અને 5 ટર્મથી ડભોઇ પાલિકામાં ચૂંટાઇને આવતા હીતેશકુમાર શાહ માસ્તરને પણ ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી કરી હતી. તેઓની આન, બાન, શાન સાથે જીત થતા વિજયયાત્રા નીકળતા ટેકેદારોએ જણાવ્યું હતું કે પાલિકામાં નવા નિશાળિયાઓને ભણવવા માસ્તર જરૂરી હતા એટલે અમે તેઓને અપક્ષ ચૂંટી લાવ્યા.

અન્ય સમાચારો પણ છે...