ડભોઇ નગર પાલિકામાં ગત ટર્મમા 14મા નાણાપંચમા ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયાને બાજુ પર મુકી ઓફ લાઇન ટેન્ડર પ્રકીયા કરી હતી. જેમા જુદીજુદી કંપનીઓ અને ડીલરો દ્વારા જુદાજુદા કામોમા લાખો રૂપિયાના ઓછાવત્તા ભાવોથી ટેન્ડર ભરાયા હતા. જે ઓફ લાઇન ટેન્ડર પ્રક્રિયાથી માત્રને માત્ર ભ્રષ્ટ વહીવટને જ પ્રોત્સાહન મળતુ હોય છે. જેથી વિરોધ પક્ષના નેતાએ મ્યુનિસપલ કમિશનર ગાંધીનગરમા પુરાવા સાથે દાદ માંગતા તેમજ દાવો દાખલ કરતા રીકવરીનો હુકમ થતા સત્તાધીશોમાં સોપો પડી ગયો હતો.
ડભોઇ નગર પાલિકાની રાજ્ય ભરમા ફજેતી કરનારા વહીવટદારોએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. જેમા ગત ટર્મમા 20 લાખ રુપિયા કરતા વધુની ખરીદી કરવાની હોવા છતા નિતિ નિયમો નેવે મુકી ઓન લાઇન ટેન્ડર પ્રક્રીયા કરવાને બદલે ઓફ લાઇન ટેન્ડર પ્રકીયા કરાઇ હતી. તેમજ ઓછા ભાવમા ટેન્ડર ભરનારને નજર અંદાજ કરી વધુભાવના ટેન્ડર પાસ કરી મનમાની કરી હતી. તમામ કાર્યવાહીના પુરાવા સાથે પાલિકાના ચીફ ઓફીસરને વિરોધ પક્ષના નેતા સુભાષભાઇ ભોજવાણીએ રજુઆતો કરી હતી. છતાં તેઓની રજૂઆતોને નજર અંદાજ કરાઇ હતી.
જેથી સંસ્થાને નુક્શાન જતુ હોય સુભાષભાઇ ભોજવણીએ પ્રાદેશિક કમિશ્નર કચેરીએથી માંડીને ગાંધીનગર ખાતે ગુજરાત મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ લેખિત પુરાવા અને ઠરાવ સાથે દાદ માંગી હતી. એટલુ જ નહી કલમ 258 મુજબ દાવો પણ દાખલ કરાયો હતો. જેમાં પુરાવા અને હકીકતોને ધ્યાને લઈ નાણાંનો વેડફાટ થયેલ હોય જે નાણાં પદાધિકારીઓ પાસેથી વસુલ કરવાનો ચીફ ઓફીસરને હુકમ કરતા શહેરી બાવાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ડભોઇ પાલિકાના સભ્યોમાં વહીવટને લઈ ભારે નારાજગી
ડભોઇ પાલિકામા હાલ કાર્યરત ભાજપાના બોર્ડમા ચુંટાયેલા સભ્યોના કામો થતા ના હોય, સફાઇ કામદારોની ભરતી પ્રક્રીયામા ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી હતી. એ પહેલા ભંગાર કૌભાંડની ચર્ચા સાથે અનેક બાંધકામોમા થયેલ હય ગયથી સત્તાધારી પક્ષના મોટાભાગના સભ્યોમા ભારોભાર નારાજગી વર્તાઈ રહી હોવાનુ જાણવા મળેલ છે. જેની ધારાદાર રજુઆતો સંગઠણ અને સંકલણમા પણ સભ્યો દ્વારા થઈ હોવાનું કહેવાઈ રહ્યુ છે. જેથી પાલિકા બોર્ડમા પરીવર્તન થાય તો નવાઇ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.