તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરમાં દીપાવલી ની બજારોમાં શનિવારના રોજ ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનું મોજુ ફેલાઇ ગયું હતું. છેલ્લા બે દિવસથી બજારોમાં ગ્રામ્ય વિસ્તારની ઘરાકી જોવા મળી હતી. અગિયારસથી લાભ પાંચમ સુધી ઘરની બહાર રંગોળી લોકો બનાવતા હોય છે. જે માટેના વિવિધ કલરના રંગો ખરીદવા માટે નગરજનો તેમજ ખાસ કરીને બહેનો અને મહિલાઓ રંગો ખરીદવા માટે બજારમાં ઊમટી પડી હતી. જેને લઇને રંગોળીના કલર વેચતા વેપારીઓમાં આનંદ છવાઈ ગયો હતો.
દર્ભાવતિ નગરી તરીકે ઓળખાતી ડભોઇ નગરીમાં એકાએક ચહલ-પહલ વધી જતા મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અગિયારસથી લાભ પાંચમ સુધી ઘરની બહાર ઓટલા પર દરેક લોકો રંગોળી બનાવે છે. જેના રંગ ખરીદવા લોકો ટાવર વિસ્તારની દુકાનોમાં પહોંચી ગયા હતા. રંગોળી અવનવી બનાવવા માટે તેમાં પુરવા માટે જોઈતા વિવિધ રંગો ખરીદવા ખાસ કરીને બહેનો તેમજ મહિલાઓ દુકાનો પર નજરે પડતી હતી. અગિયારસની રાત્રિથી જ પોતાના ઘરના ઓટલા પર દરરોજ તહેવાર મુજબ અવનવી ડિઝાઇનો બનાવી તેમાં રંગો પુરી રંગોળી બનાવે છે અને તે જોવા માટે ફળિયાના લોકો અને જો ખૂબ જ સુંદર હોય અને કલાત્મક રંગોળી હોય તો બહારથી બીજા વિસ્તારના લોકો પણ તે જોવા માટે ઉમટી પડે છે. ડભોઇ નગરમાં આવેલ વસ્ત્રોની દુકાનો પર પણ સારી એવી ઘરાકી જોવા મળી હતી. છેલ્લા કેટલાય દિવસથી સૂમસામ લાગતા બજારોમાં એકાએક ઘરાકી નીકળતા દુકાનદારોએ હાસકરો અનુભવ્યો હતો. હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી રહેતા બજારોમાં ભારે ભીડ જામી રહી છે. નગરના પ્રજાપતિ પરિવાર ટાવર વિસ્તારમાં ફૂટપાથ પર દીવડા, કોડિયા નવી ડિઝાઈન વાળા લઈ વેચવા બેઠેલા જોવા મળે છે. દરેક બજારમાં શનિવારે ઘરાકી જોવા મળી હતી.
કોરોનાવાયરસ ની મહામારી ના કારણે વેપારીઓમાં ચિંતાના વાદળો છવાયા હતા પરંતુ ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી અત્યારે નવયુગ પ્રમાણે લાઇટનું ડેકોરેશન કરવા માટે ઇલેક્ટ્રોનિક દુકાન વાળા પણ જમાના પ્રમાણે ચાલવા માટે અવનવી રંગબેરંગી લાઈટો જાંબુકિયા દુકાન બહાર લગાવેલા વેચવા માટેના જોવા મળે છે. જે જોઈ ગ્રાહકોનું મન આકર્ષાય છે અને ઘરની શોભા વધારવા માટે તે ખરીદી કરે છે. હજારો રૂપિયાના ડેકોરેશન આ ચાર પાંચ દિવસમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી વેચાતા હોય છ. નગરના માર્ગો શનિવાર રાત્રીથી ઝગમગી ઉઠ્યા હતા. ટાવર વિસ્તારથી સ્ટેશન રોડ તરફ જવાના માર્ગ પર ઠેરઠેર ફટાકડાની લારીઓ મંડાઈ ગયેલી જોવા મળે છે. કોટ વિસ્તાર બહાર પણ બજાર સમિતિના મેદાનમાં ફટાકડાની દુકાન ખુલ્લી છે. લાલ બજાર વિસ્તારમાં પણ ફટાકડાની દુકાનોમાં અવનવી જાતના ફટાકડા જોવા મળે છે ડભોઇ નગરના બજારોમાં એકાએક ગ્રામ્યવિસ્તારની તેમજ નગરજનોની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી છવાઈ ગઈ હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.