કાર્યક્રમ:19મીએ સાંજે 4.30 વાગ્યે નિજ મંદિરેથી નરસિંહજીનો વરઘોડો

ડભોઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુલસી વિવાહ નિમિત્તે 4 દિવસ કાર્યક્રમો યોજાશે

ડભોઇના લાલબજાર ઉંચાટીંબા ખાતે આવેલ પૌરાણિક નરસિહજી મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહ અને ભગવાન નરસિહજીના લગ્નની તૈયારીઓના ભાગરૂપે ચાર દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરેલ છે. ઉત્સવપ્રિય ડભોઇ નગરના લાલબજાર ખાતે આવેલ ભગવાન નરસિહજી મંદિર ટ્રસ્ટના આયોજકો અને ટ્રસ્ટીઓના સુંદર ધાર્મિક આયોજન મુજબ તુલસી વિવાહ નિમિત્તે ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હોઇ નગરના ધર્મપ્રેમી લોકો મંદિરના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી ધન્યતા અનુભવે છે.

તા. 19 નવેમ્બરે ભગવાન નરસિહજીનો વરઘોડો સાંજે 4:30 વાગે મંદિરેથી નિકળી નગરમા ફરી તુલસીવાડી ખાતે પહોંચશે. ત્યાં ભગવાન નરસિહજીના લગ્નની ધાર્મિકવિધિ સંપન્ન કરવામા આવશે. જેથી સર્વે ભક્તજનો ચારેય દિવસ ભગવાનના જુદાજુદા રૂપના દર્શન કરવાના ઉત્સાહ સાથે ચારેય દિવસના ધાર્મિક કાર્યક્રમોને માનવા અનેરો થનગણાટ પણ જોવા મળી રહ્યો છે. ઝારોલાવાગા ખાતે દ્વારકાધીશની હવેલીએ પણ તા. 15મીએ તુલસી વિવાહના દર્શન થશે.

અન્ય સમાચારો પણ છે...