તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ડભોઈમાં એક પણ ઉમેદવારીપત્ર ન ભરાયું પ્રથમ દિવસે 145 ઉમેદવારી ફોર્મનો ઉપાડ

ડભોઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાની 36 બેઠકો માટે 116 ફોર્મનો ઉપાડ થયો
 • તાલુકા-જિલ્લા પંચાયતની કુલ 24 બેઠક માટે 29 ફોર્મનું વિતરણ

સ્વાયત સંસ્થાઓની ચૂંટણીની જાહેરનામા મુજબની પ્રક્રિયાના શ્રીગણેશ થઈ ચૂકયા છે. ત્યારે ડભોઇ નગરપાલિકા, ડભોઇ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ન ભરાયું હતું. સોમવારે માત્ર ફોર્મનો ઉપાડ જ થયો હતો.

સમગ્ર ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયાના શ્રીગણેશ થઈ ચૂકયા છે. ત્યારે નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીઓ માટે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો. ત્યારે ડભોઇ નગર અને તાલુકાની વાત કરવા જઈએ તો પાલિકાના નવઘણ માટે છત્રીસ બેઠકો, તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટેનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે. જેમાના આજ રોજ ઉમેદવારીપત્રો ભરવાના પ્રથમ દિવસે માત્ર ઉમેદવારી ફોર્મનો જ ઉપાડો થયો છે. એક પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરીને આપેલ નથી.

ડભોઇ નગરપાલીકાની કુલ 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં અત્યાર સુધીમાં 116 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો હતો. જ્યારે તાલુકા પંચાયતની 20 તેમજ જિલ્લા પંચાયતની તાલુકાની 4 બેઠકો માટે 29 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો હતો. હજુ સુધી કોઇ ઉમેદવારે કોઈ ઉમેદવારી ફોર્મ આપેલ નથી. આમ ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે માત્ર ઉમેદવારી ફોર્મનો ઉપાડ જ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો