ડભોઇ તાલુકાના તરસાણાની સીમમાં આવેલ આસેતરી વાળા ખેતરની સાડા ત્રણ વીઘા જમીનમાં પિતરાઈ ભાઈઓ દર વર્ષે એક પછી એક ભાઈ ખેતી કરતા હતા. ત્યારે ગતરોજ સાંજના ડાંગરની વાવણી કરવા બાબતે બંને પિતરાઈ ભાઈઓના પરિવારો એકબીજા સામ સામે ગાળા ગાળી કરી ઝઘડો કરતા ભત્રીજાએ આવેશમાં આવી ચપ્પુથી કાકાના બરડા ઉપર ઉપરા છાપરી બે ઘા મારી ગડદા પાટુનો માર મારી ખેતરમાંથી ભાગી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
નવાપુરા ખાતે રહેતા મુસ્તાકભાઈ ઉર્ફે ભોલો શેખની ફરીયાદ મુજબ તે તેના મરહૂમ પિતા એહમદભાઈ ની બીજી પત્નીનો દીકરો છે. અને ચાલુ વર્ષે ખેતી કરવાનો વારો તેના ભાઈ જહીરભાઈ નો હતો. જે અંગે મુસ્તાકભાઈએ ગોપાલભાઈ વાઘરીને દાને ખેતી કરવા માટે આપી દીધેલું. ગુરુવારે તે ખેતરે ગયા હતા. ત્યારે જૂની પત્નીના દીકરા અબ્દુલભાઈ અને તેનો પરિવાર તરસાણા ની સીમ પાસે આવેલા અને ગોપાલ ને કહ્યું કે અહીંયા તારે કોઈ રોપણી કરવાની નથી.
તેમ કહેતા ત્યાં હાજર મુસ્તાકભાઈ અને તેમની પત્ની વગેરેએ બોલાચાલી કરતા અબ્દુલભાઈ નો દીકરો સોહીલે ઉશ્કેરાઈ જઇ કાકા વગેરેએ મુસ્તાકભાઈના બરડા ઉપર ચાકુના ઉપરા છાપરી બે ઘા મારી દીધા હતા. અને નીચે પાડી દીધો હતો. બાદ તેના પરિવારે પણ મુસ્તાકભાઈને માર મારતા તે દરમિયાન મુસ્તાકભાઈની બહેનો વગેરેએ છોડાવતા અબ્દુલભાઇનો પરિવાર જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટ્યા હતા. પોલીસે ફરિયાદ આધારે અબ્દુલભાઈ શેખ , સોહિલ સહિત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી સોહેલની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.