તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડભોઈના ઢાલનગર નજીકથી રૂા. 1,08,480નો વિદેશી દારૂ ઝડપાયો

ડભોઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઝડપાયેલો દારૂનો જથ્થો. - Divya Bhaskar
ઝડપાયેલો દારૂનો જથ્થો.
 • LCBએ દારૂ, કાર સહિત 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
 • કાર છોડી ભાગી છૂટનાર ઈસમને વોન્ટેડ જાહેર કરાયો

ડભોઇના ઢાલનગર નજીક રવિવારે સવારમાં જિલ્લાની એલસીબી પોલીસના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે અરસામાં એક ઇકો ગાડીનો ચાલક ચેકિંગ થતું જોઈ થોડે દૂર રોડ ઉપર ઇકો ગાડી મૂકી ખેતરો તરફ ભાગવા લાગ્યો હતો. જેથી તુરંત જ પોલીસે તેનો પીછો કરતાં તે હાથ લાગ્યો ન હતો. પણ ગાડીનું ચેકિંગ હાથ ધરતા ગાડીમાંથી કુલ 360 બોટલ કિમત રૂા. 1,08,480નો વિલાયતી દારૂનો જથ્થો મળી આવવા સાથે ગાડીની કિંમત રૂા. 2,00,000 બધા મળી રૂા. 3,08,480નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇના ઢાલનગર નજીક રોડ ઉપર વડોદરા એલસીબી જવાનોના સ્ક્વોડના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે રોડ ઉપર વાહનોની લાઇન લાગી ચૂકી હતી. એ સમયગાળામાં પાછળથી એક ઇકો ગાડી આવી પહોંચી હતી. ચેકિંગ હાથ ધરાતું જોઈ ચાલક મોકાનો ફાયદો ઉઠાવી પોતાની ગાડી રોડ ઉપર જ મૂકી ખેતર તરફ ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસને દાળમાં કાળું હોવાની શંકા જતા તુરંત જ ભાગી છુટેલ શખ્સનો પીછો કરતાં તે ઝડપાયો ન હતો.

જેથી શંકાના આધારે તેની ઇકો ગાડીમાં ચેક કરતાં તેમાં વચ્ચેની તેમજ પાછળની સીટ ઉપર વિલાયતી દારૂની તેમજ બીયરના ટીન કુલ 360 કિંમત રૂા. 1,08,480ના મળી આવ્યા હતા. જેથી ગાડી રૂા. 2,00,000 સહીત રૂા. 3,08,480નો મુદામાલ કબજે કરી ઇકો ગાડી મૂકી ભાગી જનાર ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તે ઈસમને શોધી કાઢવા ચક્રો ગતીમાં કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો