તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:નર્મદા કેનલનો ગેટ ખોલી રોજ 150 ક્યુસેક પાણી વઢવાણા સિંચાઈ તળાવમાં છોડાશે

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિસ્તારના ધારાસભ્યે નર્મદા કેનાલના ગેટ ખોલ્યા હતા. - Divya Bhaskar
વિસ્તારના ધારાસભ્યે નર્મદા કેનાલના ગેટ ખોલ્યા હતા.
  • ખાલીખમ તળાવ થતાં ડાંગરનો ધરૂ ઉછેર કરવા ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી
  • સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ

ડભોઇ તાલુકાના વઢવાણા ખાતે આવેલા ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવમાં શનિવારની સાંજે ખાલીખમ તળાવમાં નર્મદાના નીર ઠાલવવા હેતુથી વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નર્મદા કેનલનો ગેટ ખોલી તળાવ ભરવાના શ્રી ગણેશ કરાયા હતા. ત્યારે વરસાદ પૂર્વે જ ડાંગરનું ધરૂ ઉછેર કરવામાં આવે છે. આ પાણી આશીર્વાદ રૂપ થશે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

આમ તો જૂન માસની શરૂઆત થાય એટલે ચોમાસુ શરૂ થઈ ગયું એમ કહેવાય હાલ મહારાષ્ટ્ર ખાતે ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂકયા છે. જેને લઇ આ મધ્ય ગુજરાતમાં પણ વડોદરા જિલ્લા સિવાયના આજુબાજુના જિલ્લાઓમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી બે-ત્રણ દિવસમાં આવશેની જાહેરાત પણ થઈ ચૂકી છે. પરંતુ વર્ષોથી વડોદરા જિલ્લામાં જૂન માસના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો આગમન થતું આવ્યું છે. ત્યારે એક બાજુ ડભોઇ તાલુકામાં આવેલો વઢવાણા તળાવ પણ હાલ ખાલીખમ થઈ ચૂકી છે. જેથી ચોમાસુ ડાંગર પકવતા ખેડૂતોને હાલ ધરૂ ઉછેર કરવાનો સમય પાકી ગયો છે. ત્યારે તળાવના કમાન્ડ એરિયાના આસપાસ 22 જેટલા ગામોના 7000 એકર જમીનમાં ખેતી માટે સિંચાઇના પાણી પૂરા પાડવા દર વર્ષની જેમ ચાલુ સાલ પણ તળાવ ખાલી થતાં ખેડૂતોને હાલાકી ન પડે તે માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નોથી નર્મદા ડેમના પાણીથી તળાવ ભરવાના ઉજાણી રામામંડળ શનિવારની સાંજથી શ્રી ગણેશ થઈ ચૂકયા છે.

તે વિસ્તારના ખેડૂતોની લાગણી અને માગણીને પ્રાધાન્યતા આપી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ગેટ ખોલી નર્મદાના પાણી વઢવાણા સિંચાઇ તળાવમાં છોડવામાં આવ્યા છે. રોજ 150 ક્યુસેક જેટલું પાણી વઢવાણા સિંચાઇ તળાવમાં આવશે. ચોમાસુ ડાંગરના વાવેતરનો પ્રથમ તબક્કો ડાંગરનો ધરૂ ઉછેર કરવાનું કામકાજ હવે ખેડૂતો માટે સરળ બની જશે. જેને લઇ આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણીઓ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...