તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ-મુસ્લિમ એકતાની ઘટના:કોરોના થયેલા મૃતકોને અગ્નિદાહ આપતા ડભોઈના મુસ્લિમ યુવકો

ડભોઇ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ દેવ હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામેલા નર્મદાજિલ્લાના રહીશના મૃતદેહને વિધિ વાત રીતે તેમના વતન લઈ જઈ અંતિમ સંસ્કાર આપ્યા હતા. - Divya Bhaskar
ડભોઇ દેવ હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામેલા નર્મદાજિલ્લાના રહીશના મૃતદેહને વિધિ વાત રીતે તેમના વતન લઈ જઈ અંતિમ સંસ્કાર આપ્યા હતા.
 • નર્મદા જિલ્લાના મૃતક દર્દીના મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરાયા
 • જમીયતે ઉલમાએ હિન્દના યુવાનોનું સેવાભાવી કાર્ય

ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં કોરોના મૃત્યુ દર પણ ખૂબ વધી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં સરકારની ગાઈડ લાઇન મુજબ કોરોનાના દર્દીઓનું અંતિમ સંસ્કાર કરવા અનેક સેવાકીય સંસ્થાઓ સામે આવી છે. આવીજ એક ડભોઇના જમીયતે ઉલમાએ હિન્દ ડભોઇના યુવાનો હાફીઝ સબીરભાઈ ઝાકરીયા, અતરવાલા નિશારભાઈભાઈ હનીફભાઈ ખત્રી ચાચાવાલા ઇલ્સ્યાસ મુનફભાઈ અત્તરવાળા, મકાબુલહુસેન મુલ્લા, સરફરાઝ શેખ, સકિલ મન્સૂરી,ઈસ્માઈલ મન્સૂરી, જાફર મન્સૂરી સહિતના યુવાનોએ જે સરકારની ગાઈડ લાઇન છે તે મુજબ પી.પી.ઇ. કીટ પહેરી કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીના અંતિમ સંસ્કાર કરવા બીડું ઝડપ્યું છે.

ગત રોજ આવાજ એક દર્દી નર્મદા જિલ્લાના દેવ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામ્યા હતા. મોડી રાત્રે તેમના મૃત દેહને તેમના વતન લઈ જઈ પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર આપ્યા હતા. સેવાકીય પ્રવૃત્તીને એક સલામ છે કે જે દર્દીને અડવાથી કોરોનાનો ભય રહે છે. તેવામાં આ ટિમ ખૂબ શારૂ કર્યા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો