તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડકંપ મચ્યો:ડભોઇ પાલિકા-02ના મુસ્લિમ મહિલા સદસ્યનું બીમારીના બહાને રાજીનામું

ડભોઇ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સદસ્યે રાજીનામું આપી દેતાં ભજપમાં હડકંપ મચ્યો

ડભોઇ નગરપાલિકા વોર્ડ-02માંથી બહુમતિ સાથે ભાજપાની આખેઆખી પેનલને વિજય બનાવનાર મુસ્લીમ મહીલા સદસ્યએ બિમારીનું બહાનું ધરી આજરોજ પોતાના લેટરપેડ પર પાલિકા પ્રમુખને સંબોધીને સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતુ.

જેથી ભાજપા પક્ષે હડકંપ મચી જવા પામ્યો હતો.ડભોઇ નગર પાલિકાના દેસાઇયાર્ડ, સોનેશ્વર પાર્ક સોસાયટીમા રહેતા અને વોર્ડ-02માંથી ભાજપા પક્ષેથી બહુમતિ સાથે પોતે અને પોતાની પેનલને જીતાડનાર મુસ્લીમ મહીલા સદષ્ય શહેનાઝબાનુ હુશેનભાઇ ડૉકટરએ પોતાના લેટરપેડ પર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણીને સંબોધીને લેખિત રાજુનામુ આપ્યું હોય જેમા પોતાની તબીયત સારી રહેતી ન હોવાથી કોઇ સેવાકીયા કામ ન થાય તેમ હોવાનું કારણ જણાવ્યુ હતુ.

જ્યારે વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીના ટેન્કર મુકવા બાબતે લુખ્ખા તત્વો દ્વારા તેઓને ધાકધમકી ભરી ભાષામા દાદાગીરી કરતા હોવાને કારણે માથાભારે તત્વોથી થાકી હારીને પોતાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું હોવાનુ જાણવા મળેલું છે. ત્યારે રાજીનામુ આપેલ લેટર પર તારીખ ન હોય ક્યારે રાજીનામું આપ્યુ અને ચોક્કસ કારણ શુ છે. તેમજ રાજીનામુ મંજુર થાય છે કે કેમ તે આવનારા સમયમા જ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો