તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર:​​​​​​​યુવાનનું ધ્યાન હટતા ગઠિયાઓ 3.20 લાખની મત્તા સેરવી ફરાર, મહિલા સહિત 4 ગઠિયા સામે ફરિયાદ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બકતાવાસ નૈનપુરના વતની અને હાલ મહેમદાવાદ નજીક ગામમાં રહેતો યુવાન વતન નૈનપુર જવા નીકળ્યો હતો. વડોદરાના કપુરાઈ ચોકડીથી કારમાં બેઠો ત્યારે કારચાલક સહિતના મુસાફરોએ વાત-વાતમાં તેની પાસેથી રોકડ અને દાગીના મળી રૂ. 3.20 લાખની મત્તા સેરવી લેતા યુવાને ડભોઈ પોલીસ મથકમાં નોધાવી હતી.

મળેલી માહિતી અનુસાર, 63 વર્ષીય બળવંતભાઈ ભયજી ભાઈ બારીયા નોકરીના કારણે હાલમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીકના નેનપુર બકતાવાસમાં રહે છે. ગત રોજ સવારે 11 વાગ્યે તેઓ પોતાના વતન જવા વડોદરા આવ્યા હતા. અને કપુરાઇ ચોકડી ચોકડીએ વાહનની રાહ જોતા હતા. દરમિયાન લાલ રંગની એક કાર આવી હતી.

આ કારના આગળના કાચના ભાગે બાપા સીતારામ લખેલુ હતું. તે કારના ડ્રાઇવરની ઉમર આશરે ઉ.વ. ૩૦થી ૩૨ વર્ષ તથા ડ્રાઇવરની બાજુમા બેસેલા ઇસમની ઉ.વ.આશરે ૩૦થી 35ની હતી. બળવંતભાઈ વેગા ચોકડી સુધી જવા માટે તે કારમાં બેઠા હતા. ત્યારે તેઓની સાથે પાછળની સીટ પર આશરે 40 વર્ષનો એક યુવાન હતો. તેમજ બાજુમા 35 વર્ષની ઉંમરની એક મહિલા બેઠી હતી.

કાર ધૂલોડવા માંડી હતી. બધા વચ્ચે સામાન્ય વાતચીત ચાલતી હતી. દરમિયાન વેગા ચોકડી પહોંચતા બળવંતભાઈ નીચે ઉતર્યા હતા. ત્યારે તેઓને જાણ થઈ હતી કે તેમની પાસે રહેલા સોનાના દાગીના પૈકી 20 ગ્રામનો 40 હજારની કિંમતનું સોનાનુ લોકેટ, 75 હજારની કિંમતનું 22 ગ્રામનું બીજું એક સોનાનુ લોકેટ, 1.20 લાખની કિંમતનો 35 ગ્રામના વજનનો એક સોનાનો હાર, તેમજ 18 ગ્રામનો 60 હજારની કિંમતનો એક સોનાનો દોરો જેની સાથે સુર્યનુ પેંડલ સાથે (સાંકળ ભાતનો ) તથા પાંચ ગ્રામની 20 હજારની કિંમતની એક સોનાની વિંટી મળી કુલ રૂ. 3,15, 000ના દાગીના તથા આઠ હજાર રોકડા મળી રૂપિયા 3.23 લાખની મતા બળવંતભાઈની ધ્યાન બહાર સેરવી લીધી હતી.બળવંતભાઇએ આ જાણતા તેમના પર આભ તૂટી પડયું હોવાનું અનુભવ્યું હતું. તેઓએ ડભોઈ પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે એક મહિલા સહિત ચાર ગઠીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો