તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઇમાં કોરોનાની ત્રીજી લહેરના માર્ગદર્શન અંગે બેઠક

ડભોઇ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ શહેર તાલુકામાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 43 છે. - Divya Bhaskar
ડભોઇ શહેર તાલુકામાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 43 છે.
  • સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ,તબીબો, બાળરોગ નિષ્ણાત તબીબો સહિત અગ્રણી જોડાયાં
  • કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવા અંગેની ચેતવણી અપાઇ

જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ ડભોઇ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓના ભાગરૂપે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ,તબીબો, બાળરોગ નિષ્ણાત તબીબો, રાજકીય અગ્રણીઓ સાથે આયોજન અને તૈયારીઓના ભાગરૂપે વિચાર વિમર્શ અને માર્ગદર્શન માટેની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવા અંગેની ચેતવણીને લઈ આરોગ્ય વિભાગની તૈયારીઓ અને તાલીમ સહિતના પાસા પર ભાર મુકાયો હતો.

ડભોઇ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગુડીયારાણીસિંહાએ કોરોના મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓના આયોજન માટે બેઠક યોજી હતી. બેઠકની શરૂઆતમાં કોવિડની હાલની પરિસ્થિતિ અંગે પ્રથમ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડભોઇ શહેર તાલુકામાં કોરોનાના એક્ટીવ કેસ હાલમાં માત્ર 43 છે. જેમાના ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માત્ર 7 છે. તેમજ દરરોજ 250 RTPCR અને અન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ સરેરાશ 1200 લોકોનું રસીકરણ થઈ રહ્યુ છે.

ત્રીજી લહેર માટે બાળકો માટે વિશેષ ભાર મુકવામા આવ્યો હતો. કોવિડ કેર સેન્ટર, ડી.સી.એચ.સી.અને ફીલ્ડ લેવલ પર તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ડભોઇ તાલુકામા બાળરોગ નિષ્ણાંત તબીબોનો અભાવ હોવા હોય જેના કારણે ઉપલબ્ધ માનવ સંશાધનો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાના MBBS, RBS, CPSના વિદ્યાર્થીઓની ત્રીજી લહેરની કામગીરી મદદ લેવા તેઓને ટ્રેનિંગ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. 1થી 18 વર્ષની ઉંમરના બાળકોની યાદી 4ડી મુજબ તૈયાર કરી જેની રેપિડ સર્વે દરમિયાન અઠવાડીક તપાસ કરવામા આવશે.

આશાવર્કરો અને ફીલ્ડ સ્ટાફ દ્વારા અસરકારક અને ઝડપી કામગીરી માટે વહેલીતકે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે. રીફર સેવાને વધુ ઝડપી બનાવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સુરેન્દ્રકુમાર જૈનની સૂચના અને માર્ગદર્શનના પાલન સાથે યોજાયેલ ડભોઇ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગુડીયારાણીસિંહાના નેજા હેઠળ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.આરતી, ડૉ.અજયસિંગ, ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ.ધર્મેશ પટેલ, પિડીયાટ્રીશીયન ડૉ.વિવિક ગુપ્તા, ડૉ.વૈશાલી ચાવડા સહિત જી.શિ.સ.ચેરમેન અને ભાજપા અગ્રણી અશ્વિનભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, ડભોઇ શહેર ભાજપા પ્રમુખ ડૉ.સંદીપ શાહ સહિત અનેક અગ્રણીઓ આયોજન બેઠકમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...