વડોદરી ભાગોળ ચાંણોદ ફાટક પાસે મહેદવીયા તાઈવાગા ગ્રૂપ દ્વારા અપાતું ભોજન

ભાસ્કર વિશેષ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરી ભાગોળ પાસે મહેદવીયા ગરીબોને ભોજન અપાયું જ્યાં ડીવાયએસપી તેમજ પીઆઈ અને પાલિકાના કા. ચેરમેન સહિત સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. - Divya Bhaskar
વડોદરી ભાગોળ પાસે મહેદવીયા ગરીબોને ભોજન અપાયું જ્યાં ડીવાયએસપી તેમજ પીઆઈ અને પાલિકાના કા. ચેરમેન સહિત સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
  • ઝૂંપડપટ્ટીમાં રહેતાં નિરાધાર ગરીબોને ભોજન અપાયું

ડભોઇ: લીમડી મસ્જીદ તાઇવાગા વિસ્તારના મુસ્લીમ યુવાનોનું બનેલ મહેદવીયા તાઇવાગા ગૃપ તેમજ નવાપુરા ગામથી આત્મિય યુવા સંગઠણ નામની સેવા સંસ્થા દ્વારા જીવલેણ કોરોના વાઇરસને લઈ આખો દેશ લોક ડાઉન કરાયુ છે. ત્યારે ડભોઇની ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરીવારોને હાલ દયનિય સ્થિતિ થઈ જતા “ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી”ની સેવાના ઉદ્દેશ સાથે આજરોજ વડોદરી ભાગોળ ચાંદોદ ફાટક પાસે સંસ્થાના સંચાલક તરફથી પ્રોબેશનલ ડી.વાય.એસ.પી. તેમજ પી.આઇ. અને ડભોઇ પાલિકા કારોબારી ચેરમેન અને પ્રમુખના પતિ સહીત સામાજીક અગ્રણીની હાજરીમાં ભોજન પિરસી કપરા સમયમાં જનસેવાનો ઉદ્દેશ આપતા ગરીબ પરીવારોમાં સેવા કામગીરીની સરાહના થવા પામી હતી.
ગરીબો ને ભોજન ની સહાય કરાઇ
ડભોઇના તાઇવાગાના યુવાનોનું સામાજીકસેવા અર્થે બનેલ મહેદવીયા તાઇવાગા ગૃપના મુસ્લીમ યુવાનો દ્વારા પાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઇ શાહ(દાલ) તેમજ પાલિકા પ્રમુખના પતિ કીરીટભાઇ વસાવા, સહીત માજી ઉપપ્રમુખ મુબારક બાપુની હાજરી મા ગરીબો ને ભોજન ની સહાય કરાઇ હતી.જ્યારે આત્મિય યુવા સંગઠણ નામની સામાજીક સસ્થાના સંચાલક કિશોરભાઇ પાટણવાડીયા એ ગરીબો માટે ભોજન ની વ્યવસ્થા કરી ડભોઇ ચાંદોદ ફાટકપાસે ની ઝુપડપટ્ટી મા આવી ડભોઇ પોબેશનલ ડી.વાય.એસ.પી.હિરેન્દ્ર જે.ચૌધરી, પી.આઇ. જે.એમ. વાઘેલા, સામાજીક અગ્રણી અને જાણીતા વકીલ અશ્વિનભાઇ પટેલ, જિલ્લા ભાજપાના કારોબારી સભ્ય ઇકબાલભાઇ જાની દ્વારા ગરીબોને ભોજન વિતરણ કરતા પોતાના આંગણે આવી કપરા સમયે ભોજન ની સેવા આપનારા સેવકોને ગરીબ શ્રમજીવી પરીવારો એ હ્રદય નિતરતી દુઆઓ આપી હતી.જ્યારે નગરજનોમાં સેવાકીય કામગીરીની સરાહના થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...