તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇમાં એક તરફ કોરોના કાબુ બહાર થઈ રહ્યો છે. ત્યારે ડભોઇની બેન્કો બહાર કોરોના સંક્રમણને લઈ કોઈ તકેદારી લેવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે. પેન્શન તથા પગારની તારીખો આવતા જ બેંક ગ્રાહકો પગાર તેમજ પેન્શન લેવા ઉમટી પડતા લાંબી કતારો જામેલી જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ આભાવ જોવા મળ્યો હતો. તો વધુમાં છેલ્લાં 7 દિવસમાં ડભોઇની બેન્ક ઓફ બરોડા મેઇન બ્રાન્ચમાં બેન્ક મેનેજર સહિત 7 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવતા ગ્રાહકોમાં ભારે ભયનો માહોલ ઊભો થયો છે.ડભોઇ પંથકમાં કોરોના કહેર યથાવત રીતે વધી રહ્યો છે.
રોજબરોજ 4થી 5ના રેશિયામાં કેસો વધી રહ્યા છે. તેવામાં ડભોઇ કન્યા શાળા નજીક આવેલ બેન્ક ઓફ બરોડામાં કોરોનાનો રાફળો ફાટયો હોય તેમ છેલ્લા 7 દિવસમાં 7 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતીથી નગરમાં ભારે ભયનો માહોલ ઊભો થયો છે. જ્યારે બેન્કના મેનેજર સહિત 7 કર્મચારીઓ પોઝિટિવ આવતા બેન્કની કામગીરી બંધ કરવામાં આવી છે. તો તંત્ર દ્વારા નિ:સક્રિય કામગીરીને પગલે લોકોમાં ભારો ભાર રોષની લાગણી પ્રવતી છે. ડભોઇની અન્ય બેન્કો બહાર પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી.
લોકો માસ્ક અને સેનેટાઇઝેશનને હવે નજર અંદાજ કરવા લાગ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે કડક વલણ દાખવામાં નહીં આવે તો ડભોઇ પંથકમાં કોરોનાના કેસો વધવાની સંભાવના છે. આરોગ્યમાંથી મળતી માહિતી મુજબ છેલ્લાં 42 કલાકમાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો ગત માર્ચ માસમાં કોરોનાનો આંક ડભોઇ તાલુકા અને નગરમાં આશરે 100ને પાર ગયો હોવાનું જાણવા મળ્યું છે.હેમંત પાઠક ડભોઇ
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.