ચોરી:ડભોઇ સોસાયટી વિસ્તારમાં એક જ રાતમાં 3 મકાનોના તાળાં તૂટ્યાં

ડભોઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મકાનમાંથી 7થી 8 તોલા સોનુ અને 70 હજારની રોકડ મતાની ચોરી

ડભોઇ નગરની ગુરુકૃપા અને કૌમુદી સોસાયટીમાં એક જ રાતમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં એક મકાનમાંથી 7થી 8 તોલા સોનુ અને 70 હજારની રોકડ મતાની ચોરી, જ્યારે બીજા બે મકાનમાં તસ્કરો અને ખાલી હાથે નીકળવાનો વારો સીસીટીવી કૂટેજના આધારે ચોરીનું પગેરું શોધવા મથામણ.

હોળીના ટૂંકા પૂર્વ દિવસો પહેલા જ તસ્કરોએ ડભોઇ માં ચોરીનું મુહૂર્ત શરૂ કર્યું ગત રાત્રિ ના નગરમાં એસટી ડેપો રોડ પર આવેલી કૌમુદી અને તેની બાજુમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં તસ્કરો એ ત્રાટકી એક સાથે ત્રણ મકાનની નિશાન બનાવ્યા હતા. જેમાં ગુરુકૃપા સોસાયટીમાં રહેતા વિકાસભાઈ પટેલ ના મકાનની બારીની ગ્રીલ કાઢી તસ્કરો એ પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી તેમાંથી 7થી 8 તોલા સોનાના વિવિધ દાગીના તથા 70 હજાર રૂપિયા જેટલી રોકડ મતાની હાથ સફાઈ કરી નાખી હતી.

જ્યારે એજ સોસાયટીમાં આવેલ વિનોદી ભાઈના મકાનમાં રહેતા તેમના બનેવીના ઘરને પણ નકુચો તોડી નિશાન બનાવ્યું હતું. સદનસીબે ઘરમાં કશું મળ્યું ન હતું. બાજુમાં જ આવેલી કૌમુદી સોસાયટીમાં જયેશભાઈ પટેલના ઘરે પણ તસ્કરો ત્રાટક્યા હતા. સમગ્ર મકાનમાં ફરી વળ્યા પરંતુ ત્યાં પણ હાથમાં કશું ના આવતા તસ્કરોનો ફેરો માથે પડ્યો હતો.

આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે જઈ સોસાયટીની આજુબાજુ તપાસ હાથ ધરી નિરીક્ષણ કર્યું હતું. સોસાયટીમાં જ એક ખાનગી મકાનમાં સીસીટીવા કેમેરાના ફૂટેજમાં પણ તસ્કરો હરતા ફરતા મળી આવતા સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનું પગેરું શોધવા ચક્રો ગતિમાનમાં કર્યા છે. આમ એક જ રાતમાં ત્રણ મકાનને તસ્કરો નિશાન બનાવતા પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...