ભાસ્કર વિશેષ:મોટાહબીપુરા માર્ગ પર પાણીની લાઈનના વાલ્વમાં લીકેજ

ડભોઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા વિભાગ લીકેજ દૂર કરવાની કાર્યવાહી કરે તેવી માંગ
  • આસ પાસના ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને પણ નુકસાનની ભીતિ

ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડતા લાઈનોના વાલ્વમા ઠેક ઠેકાણે લીકેજના દૃશ્યો સામે આવી રહ્યા છે. સરકારનું સૂત્ર છે કે જળ એ જ જીવન તો આ પાણીનો થતો વેડફાટ જોઈને જીવનનો વેડફાટ થતો હોય તેમ નજરે પડે છે.

ડભોઇ મોટા હબીપુરા રોડ ઉપર આવેલ ખેતરમાં પીવાના પાણીની લાઈનના વાલ્વમાં મોટા પાયે લીકેજ સર્જાતા જથ્થા બંધ પીવાના પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. એટલું જ નહીં લીકેજને કારણે આસ પાસના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. પાણી પુરવઠા વિભાગ લીકેજ દૂર કરવા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા પાણી પુરવઠા વિભાગ દ્વારા સંખ્યાબંધ લાઈનો નાખવામાં આવી છે. જેના વાલ્વ ઠેક ઠેકાણે મુકવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં આ વાલ્વ લીકેજ થવાના દ્રશ્યો સામે આવતા રહ્યા છે.

હાલમાં ડભોઇથી મોટા હબીપુરા જતા માર્ગ ઉપરના એક ખેતરમાં આવા જ એક વાલ્વમાં મોટા જથ્થામાં પાણીનો દુર્વ્યય થતો નજરે પડ્યો હતો. એક તરફ સરકાર જળ એ જ જીવન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જળ બચાવા અપીલ કરવામાં આવી છે.

તેવામાં પાણી પુરવઠા વિભાગની ભૂલને કારણે મોટા પાયે પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. જેને કારણે ખેતરોમાં પાકને પણ નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. પાણી પુરવઠા વિભાગની યુદ્ધના ધોરણે આવા લીકેજ દૂર કરવા કાર્યવાહી કરે તો ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી સમય સર મળી રહે.

અન્ય સમાચારો પણ છે...